ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી જમીનની લિઝ રિન્યુ કરવા અગરિયા હિતરક્ષક મંચે CM રૂપાણીને પત્ર લખ્યો - ગાંધીનગર સમાચાર

આજે શુક્રવારે દાંડીયાત્રાના દિવસે રાજ્યના અગરિયા હિત રક્ષક મંચ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સરકારી જમીનના ભાડા પટ્ટા રિન્યુ કરવાની માગ કરવામાં આવી છે.

Gandhinagar
Gandhinagar

By

Published : Mar 12, 2021, 8:36 PM IST

  • સરકારી જમીનની લિઝ રિન્યુ કરવાની માગ
  • CMવિજય રૂપાણીને અગરિયા સમિતિ દ્વારા કરવામાં રજૂઆત
  • પત્ર લખીને કરવામાં આવી માગ

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાની શરૂઆત કરાવી છે. ભૂતકાળની જો વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરીને મીઠા પર જે ટેક્સ લગાવવામાં આવ્યો હતો તેનો વિરોધ કર્યો હતો, ત્યારે શુક્રવારે દાંડીયાત્રાના દિવસે જ રાજ્યના અગરિયા હિત રક્ષક મંચ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સરકારી જમીનના ભાડા પટ્ટા રિન્યુ કરવાની માગ કરવામાં આવી છે.

લિઝ રિન્યૂ કરવા અને સૂચિત બિનખેતી કર બાબતની રજૂઆત

અગરિયા હિત રક્ષક મંચ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને પત્રમાં ગુજરાત મીઠા ઉત્પાદન હેઠળની જમીન ઉપર બિનખેતી કર નાખવા સૂચિત જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા સંદર્ભે આપણા ગુજરાતના મીઠા ઉત્પાદકો અને મંચ દ્વારા આપને રૂબરૂ અને લેખિતમાં રજૂઆત પણ કરી છે, પરંતુ હજૂ સુધી સરકારે રજૂઆતોના સંદર્ભમાં કોઈ હકારાત્મક પગલાં લીધા નથી. જેથી સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ માગ કરી છે. આ સાથે મીઠા ઉત્પાદન હેઠળની જમીનની લિઝ પૂર્ણ થઈ ગઈ છે, તે રિન્યુ પણ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિની નકારાત્મક અસર મીઠાના ઉત્પાદનમાં રોકાણ અને ઉત્પાદન બન્ને તરફ પડી રહી છે. તેથી આ જમીનની ઉપર કામગીરી ઝડપથી થાય તે અંગેની પણ માંગણી અગરિયા હિત રક્ષક મંચ દ્વારા કરવામાં આવી છે.

પત્ર

પાછલી અસરથી લિઝ રિન્યુ કરવાની માગ

અગરિયા હિતરક્ષક મંચ દ્વારા એવી પણ માગ કરવામાં આવી છે કે, શુક્રવારના રોજ દાંડીયાત્રાને 75 વર્ષની ઉજવણી નિમિત્તે આપના સ્થળેથી મીઠા મીઠા ઉત્પાદન હેઠળની જમીનની લિઝ તાત્કાલિક પાછલી અસરથી રિન્યુ કરવાની માગ પણ કરવામાં આવી છે. આમ મીઠા અને મીઠા આધારિત ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતી જમીનો પર નાખવા ધારેલા બિનખેતી કર અંગેનું જાહેરનામું પણ પરત ખેંચવા માટે પણ મંચ દ્વારા માગ કરવામાં આવી છે.

મીઠા સત્યાગ્રહ અને દાંડીયાત્રાનો પત્રમાં ઉલ્લેખ

રાજ્યના અગરિયા હિતરક્ષક મંચ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં મીઠાના સત્યાગ્રહ અને દાંડીયાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે દાંડી યાત્રાનો ઉજવણી અને ગર્વ બાબતને પણ વાત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :મોરબીમાં સરકારી જમીન પચાવવાના ગુનામાં ભૂમાફિયાની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details