ગાંધીનગર ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની મતદાન પ્રક્રિયામાં(Second phase voting process) કલોલ વિધાનસભા (Kalol assembly constituency) ચર્ચામાં રહ્યું હતું. મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન બપોરના સમયે કોંગ્રેસના ઉમેદવારબળદેવજી ઠાકોર (Congress candidate Baldevji) હવે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય માથાકૂટ થઈ હતી. અને ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના મધ્યયસ્થ કાર્યાલયમાં ખુરશીઓ તૂટી હતી. ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મારામારી થયો હતો. જેમાં પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
કલોલ વિધાનસભા બેઠક પર મતદાન બાદ ફરી મારામારી, ખુનની કોશીશનો કેસ દાખલ કર્યો સવારે થઈ હતી માથાકૂટકલોલ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીદરમિયાન એસપીજી સાથે પણ માથાકૂટ થઈ હતી. એસપીજીના કાર્યકર્તાઓ તથા ઠાકોર વચ્ચે અપશબ્દો પણ બોલા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ(Viral in social media) થયો છે. ત્યારે તેના ગણતરીના કલાકો બાદ કોંગ્રેસની મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ પક્ષોના કાર્યકર્તા વચ્ચે માથાકૂટ થઈ હતી. જે અંતર્ગત કલોલ પોલીસ અને સેન્ટ્રલ ફોર્સના જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.
મોટું સ્વરૂપ ધારણવિધાનસભા ચૂંટણીના મતદાન સમયે કલોલ વિધાનસભા બેઠકમા ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર અને ભાજપના કાર્યકરો વચ્ચે કોઈ બાબતને લઈને ઝગડો થયો હતો. અને આ માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું . જેમાં એક કાર્યકર પર તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલોની ઘટના બનવા પામી હતી.પરિણામે કલોલમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું હતું. જોકે આ સમગ્ર મામલે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇ ખુનની કોશિશ અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. અને કેટલાક ઇશમોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ઈસમોનો ઉલ્લેખકલોલના DYSP પ્રવીણ મણવર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કલોલમાં થયેલ ઘટના બાબતે ફરિયાદમાં અજાણ્યા ઈસમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોઈ નામ જોગ ફરિયાદ નથી કરવામાં આવી પરતું ફરિયાદી જે છે તેના પર પણ અગાઉ અનેક ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે હાલ ગુન્હો દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી છે. ગઈકાલે મતદાન દરમીયાન ભાજપ કોંગ્રેસ વચ્ચે ચકમક ઝરી હતી જેમાં કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ તેમના સમર્થકો અને ભાજપ ના કાર્યકરો વચ્ચે ગાળાગાળી થઈ હતી જેના વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.