- ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી
- સેકટર 06ની પ્રાથમિક શાળામાં ભાજપ એજન્ટનો દમ
- વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓ માટે વ્હીલચેર નહીં
ગાંધીનગર : સવારના ધિમાં મતદાન પછી, મતદારોનો ધસારો વધી રહ્યો છે, સાથે-સાથે તેમને અનેક પ્રકારની હાલાકીઓ પણ પડી રહી છે. જેમાં એક 86 વર્ષીય મહિલાને વ્હીલચેર ન મળતા તેમને પણ ભારે હાલાકી વચ્ચે મતદાન કરવાની ફરજ પડી હતી, તેમજ એક અન્ય ધટના એ પણ સામે આવી રહી છે કે, પોલિંગ બૂથ પર પરચી જ મળી નહોતી. જેથી જે તે વોર્ડમાં આવતા સેક્ટરના નાગરિકોએ જુદી જુદી જગ્યાએ ધક્કો ખાવો પડ્યો હતો. એક બુથ પરથી બીજા બુથ પર લોકો મતદાન મથક પર પહોંચ્યા હતા. એક જ વોર્ડમાં ત્રણથી ચાર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.
86 વર્ષીય મહિલાને મતદાનમાં પડી તકલીફ
ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર તંત્ર દ્વારા વૃદ્ધ, અશક્ત તેમજ અપંગ વ્યક્તિઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવી જરૂરી છે. સવારે સેકટર 06 ખાતે 86 વર્ષીય ભારતી બ્રહ્મભટ્ટ પણ મતદાન કરવા આવ્યા હતા. કેન્સરગ્રસ્ત વૃદ્ધાના પગમાં સોજા હોવાથી તેઓ મતદાનમથકમાં પ્રવેશી શકે તેમ ન હતા. જોકે, વ્હીલચેરની પણ વ્યવસ્થા ન હોવાથી તેમના પુત્રએ બૂથ ઇન્ચાર્જ સમક્ષ રજૂઆત કરતા વ્હીલચેર ન હોવાનું જણાવ્યું હતું. ભારતીબેનના જણાવ્યા પ્રમાણે, તેઓ મતદાનનું મહત્વ જાણે છે. એક-એક મત સરકાર બનાવવા માટે જરૂરી છે. જો તેઓ મતદાન નહીં કરી શકે તો, તેમની પાર્ટીને એક મત ઓછો મળશે અને એક મતથી પણ લોકો હારતા હોય છે. પરંતુ આખરે તેમણે મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.
સેક્ટર 20 માં મતદારોને રઝળવાનો વારો આવ્યો
આયોજનના અભાવના કારણે તેમને પોલિંગ બૂથ પરની પરચી જ મળી નહોતી. જેથી જે તે વોર્ડમાં આવતા સેક્ટરના નાગરિકોએ જુદી જુદી જગ્યાએ ધક્કો ખાવો પડ્યો હતો. એક બુથ પરથી બીજા બુથ પર લોકો મતદાન મથક પર પહોંચ્યા હતા. એક જ વોર્ડમાં ત્રણથી ચાર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.