માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આવેલી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં 23 સપ્ટેમ્બર સોમવારની મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. જેની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને 24 કલાકમાં જ ઝડપી લીધો હતો. વિક્રમ ઠાકોર 2016માં પણ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં પકડાયો હતો. જેનો કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલી રહ્યો હતો.
એક એવો ચોર જે દસ્તાવેજોની ચોરી કરવા માટે ત્રણ કલાક ટોયલેટમા પુરાઈ રહ્યો ! - crime news in gandhinagar
ગાંધીનગરઃ પાટનગરમાં સેક્ટર-11 કોર્ટ બિલ્ડિંગ ત્રીજા માળે આવેલી લોખંડની બે જાળીનું લોક અને કોર્ટ રૂમનું ઈન્ટરલોક તોડી તસ્કરો ઘુસી ગયા હતાં. જેને લઇને ગાંધીનગર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા નાઝર નિલેશકુમાર જાદવે કોર્ટ રૂમનું તાળું તુટતા પોલીસ ફરિયાદ નોંધવી હતી. જો કે, તસ્કરો ખરેખર શું લઈ ગયા છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.
આરોપી વિક્રમ ઠાકોરે આ કેસની જંજટમાંથી મુક્તિ મેળવવા માટે એક પ્લાન બનાવ્યો હતો. જેથી તેઓએ 23 સપ્ટેમ્બરના રોજ બપોરે ગાંધીનગર કોર્ટ સંકુલમાં પ્રવેશ્યો હતો અને કોર્ટ નિયત સમય બંધ થાય તેની રાહ જોવા માટે કોર્ટમાં આવેલા ટોયલેટમાં ત્રણ કલાક સુધી સંતાઈ રહ્યો હતો. આ સાથે જ CCTVમાં તેનો ચહેરો જોવા ન મળે જેને લઇને તેને CCTVમાં રૂમાલ નાખી દીધો હતો. પરંતુ, સેકટર-7 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા આરોપીને ગાંધીનગરના નિવાસ સ્થાનેથી ઝડપી લીધો હતો. જેમાં તપાસ હાથ ધરતા પોલીસને તેની પાસેથી તાળુ તોડવા માટેનું હથિયાર અને તે દિવસે પહેરેલા કપડા પણ મળી આવ્યા હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી દ્વારા ભૂતકાળમાં કરેલા ગુનાઓના દસ્તાવેજો લઈ જવા માટે ચોરી કરવામાં આવી હતી.