ગાંધીનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત - ગાંધીનગરમાં અકસ્માત
ગાંધીનગર: ગાંધીનગર શહેરના પહોળા રસ્તા ઉપર યુવાનો બેફામ વાહન ચલાવી રહ્યા છે. બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં ઘ-4 સર્કલ પાસે એક ટુ-વ્હીલર લઇને જતા આધેડને નેનો ચાલકે યુવાનને અટફેટે લીધો ગચો. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
![ગાંધીનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત પાટનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5267393-thumbnail-3x2-ssss.jpg)
પાટનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત
મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરમાં ઘ-2 સર્કલ પાસે દાબેલીની લારી ચલાવતા 56 વર્ષીય રસિક કેશવલાલ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે વાવોલમાં આવેલી શારદા એપાર્ટમેન્ટમાં રહીને ગુજરાન ચલાવી રહ્યા હતા. બુધવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે ઘ-૩ સર્કલ તરફથી ઘ-4 તરફ પોતાના ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી આવી રહેલી નેનો કારે એક્ટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
પાટનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત