ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે ગંભીર અકસ્માત, એસેન્ટ કારે 2 કાર, 3 રિક્ષા અને એક્ટિવાને અડફેટે લીધી - ગાંધીનગરમાં અકસ્માત

ગાંધીનગરઃ અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં કોબા સર્કલથી તપોવન રોડ સુધી એક કાર ચાલકે સાતથી આઠ વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે એક એસેન્ટ કાર ચાલકે કોબા સર્કલ પાસે સૌથી પહેલાં બે કારને ટક્કર મારી હતી.

accident in ghandhinagar

By

Published : Sep 23, 2019, 4:51 AM IST

જે બાદ આગળ જતા કાર ચાલકે ત્રણ રીક્ષાને અડફેટે લઈને પછી એક એક્ટિવાને ટક્કર મારી હતી. જે તપોવન પાસે તેણે એક કારને ટક્કર મારી હતી. આમ એક પછી વાહનોને ટક્કર મારનાર કાર ચાલક પણ ઘાયલ થતા તેને ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. મળતી વિગત પ્રમાણે એક્ટિવા સવાર ગાંધીનગર એલસીબી પીએસઆઈ વર્મા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે સમગ્ર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગે જાણ કરતાં અડાલજ પોલીસ સ્ટેશનના જમાદાર કનુભાઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અડાલજ પોલીસે ઘટનામાં ખરેખર કેટલા લોકો ઘાયલ થયા છે અને ખરેખર અકસ્માત કઈ રીતે થયો શું કાર ચાલકે દારૂના નશામાં અકસ્માતોની હારમાળા સર્જી? તે દિશામાં તપાસ શરૂ કરી છે. કારચાલક દારૂના નશામાં હોવાની પણ ચર્ચા સાંભળવા મળતી હતી.

ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે ગંભીર અકસ્માત
ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે ગંભીર અકસ્માત

ABOUT THE AUTHOR

...view details