ગુજરાત

gujarat

ETV Bharat / state

ACBએ સવારે 4 વાગ્યે વિપુલ ચૌધરીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું - ACB search Vipul Chaudharys house

ગાંધીનગરના માણસા રોડ પર ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના પંચશીલ બંગલામાં આજે વહેલી સવારે 4 વાગ્યે ACBએ સર્ચ ઓપરેશન (ACB search Vipul Chaudharys house) હાથ ધર્યું હતું.

ACB conducted a search operation at Vipul Chaudharys house at 4 am
ACB conducted a search operation at Vipul Chaudharys house at 4 am

By

Published : Sep 20, 2022, 12:14 PM IST

ગાંધીનગર:માણસા રોડ પર આવેલા વિપુલ ચૌધરીના પંચશીલ બંગલામાંથી (ACB search Vipul Chaudharys house) ACBની ટીમે 31 હજારની રોકડ રકમ જપ્ત કરી છે. રોકડ રકમ સિવાય અન્ય કોઈ દસ્તાવેજ કે ફાઈલ મળી આવી ન હતી. જોકે, એસીબીની ટીમને જાણવા મળ્યું હતું કે, વિપુલ ચૌધરીની પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરમાંથી ગાયબ છે.

દાન કૌભાંડ: ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરીના સાગર દાન કૌભાંડના કેસમાં વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જેમાં વિપુલ ચૌધરીના 50 બદમાશો સામે પણ ગુનો નોંધી શકાય છે. હાલ વિપુલ ચૌધરી રિમાન્ડ પર છે.

ABOUT THE AUTHOR

...view details