ગાંધીનગર :2022 વિધાનસભાની ચૂંટણીના પરિણામને હજુ 1 વર્ષ અને 5 દિવસ જ થયા છે, ત્યારે આજે સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ સત્તાવાર રીતે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે 11:00 વાગ્યાની આસપાસ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. હવે આવનારા 6 મહિનાની અંદર વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.
AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજુનામું :વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યનું રાજીનામું સ્વિકાર્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે 10:41 મિનિટે મારી ચેમ્બરમાં મારી હાજરીમાં સ્વૈચ્છિક રીતે પોતાનું રાજીનામું આપ્યું છે. મેં લેખિત અને મૌખિક બાબતો ચકાસ્યા પછી તેમનું રાજીનામું સ્વીકાર કર્યું છે. વિધાનસભાના નિયમો પ્રમાણે આગળની બધી જ કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે. ઉપરાંત સમય મર્યાદાની અંદર પેટા ચૂંટણી અંગેની જાણકારી આપવામાં આવશે.
હું અત્યારે પણ કહું છું કે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું. વિકાસને માનવાવાળો વ્યક્તિ છું, જનતાની સેવા કરવા વાળો વ્યક્તિ છું. મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે તેમ નહોતું લાગતું. -- ભૂપત ભાયાણી (પૂર્વ ધારાસભ્ય, વિસાવદર વિધાનસભા)
હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું : વિસાવદર વિધાનસભા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે અને હું અત્યારે પણ કહું છું કે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું. વિકાસને માનવાવાળો વ્યક્તિ છું, જનતાની સેવા કરવા વાળો વ્યક્તિ છું. મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે તેમ નહોતું લાગતું, જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. મેં આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હું ભાજપનો જ કાર્યકર્તા હતો, મેં ભૂતકાળમાં ભાજપનું કામ કરેલું છે. ભાજપમાં મેં 22 વર્ષ જેટલો સમય વિતાવ્યો છે, ભાજપ પક્ષે મને સસ્પેન્ડ ક્યારેય કર્યા નથી, ક્યારેય કાઢી મૂક્યો નથી. -- ભૂપત ભાયાણી (પૂર્વ ધારાસભ્ય, વિસાવદર વિધાનસભા)
ભાજપમાં જોડાશે ભાયાણી ?આગામી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ સહિત આપ પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું છે. ત્યારે હવે કયા પક્ષમાં જોડાશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. આ અંગે નિવેદન આપતા ભૂપત ભાયાણીએ કહ્યું કે, આવનારા દિવસોમાં ભાજપમાં જોડાવા બાબતે માહિતી આપવામાં આવશે. હું ભાજપનો જ કાર્યકર્તા હતો, મેં ભૂતકાળમાં ભાજપનું કામ કરેલું છે. ભાજપમાં મેં 22 વર્ષ જેટલો સમય વિતાવ્યો છે, ભાજપ પક્ષે મને સસ્પેન્ડ ક્યારેય કર્યા નથી, ક્યારેય કાઢી મૂક્યો નથી અને સરપંચના પદ ઉપર મને કાઢ્યો પણ નથી.
પેટા ચૂંટણી માટે તૈયાર પૂર્વ ધારાસભ્ય ?ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અને આગામી ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું કે, મને ભાજપમાંથી ક્યારેય સસ્પેન્ડ કરવામાં નથી આવ્યો અને મને કાઢી પણ નથી મૂક્યો, જ્યારે સરપંચ એક બંધારણીય પદ છે. હવે આગામી છ મહિનામાં વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે, ત્યારે આ પેટા ચૂંટણીમાં હું ચૂંટણી લડીશ કે નહીં તે મારો પ્રશ્ન નથી, પરંતુ મહુડી મંડળ જે નક્કી કરશે તે રીતે હું કાર્ય કરીશ. હાલમાં હું ચૂંટણી લડીશ કે નહીં એ હું અત્યારે સ્પષ્ટ કઈ ના કહી શકું.
- વિસાવદરના AAPના MLA ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
- AAP MLA ભૂપત ભાયાણીના રાજીનામા પર આપ નેતા અલ્પેશ કથીરિયાએ શું કહ્યું જૂઓ...