- આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે
- 11 વૉર્ડ માટે 23 ઉમેદવારો જાહેર
- અડધું લિસ્ટ તહેવારો પછી જાહેર કરાશે
ગાંધીનગર : આમ આદમી પાર્ટી આગામી 18 એપ્રિલ દરમિયાન ગાંધીનગર કોર્પોરેશનની યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ઉતરશે. જેનું લિસ્ટ આમ આદમી પાર્ટી દ્વારા 11 વૉર્ડ માટે જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, બાકીનું લિસ્ટ પણ આગામી દિવસોમાં હોળી-ધુળેટીના તહેવારો પછી જાહેર થશે. તેવું ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સુરતમાં 27 સીટ પર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીનું પલડું થોડું ભારે થયું છે ત્યારે ગાંધીનગરમાં પણ તેમણે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. આ સાથે પોતાના આગામી એજન્ડાને લઈને પણ કેટલીક વાત તેમને જણાવી હતી. જો કે લિસ્ટ જાહેર થતા પહેલા તેમને સુંદરકાંડનું આયોજન પણ કર્યું હતું. આ દરમિયાન આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કેટલીક મહત્વની વાત શેર કરી હતી.
લિસ્ટમાં તમામ જ્ઞાતિના ઉમેદવારો સામેલ
આમ આદમી પાર્ટી તમામ જ્ઞાતિના ઉમેદવારો ઉતારી રહી છે. 23ના લિસ્ટમાં જનરલ, એસસી, એસ.ટી, ઓબીસી એમ તમામ જ્ઞાતિના ઉમેદવારો સામેલ કરાયા છે. જેમાં વોર્ડ નંબર નવ અને દસમાં ચાર ઉમેદવારો છે જ્યારે વોર્ડ નંબર, 4, 8 અને11 માં ત્રણ ઉમેદવારો છે બાકીના વોર્ડમાં બે અને એક ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં પણ જ્ઞાતિ.નું રાજકારણ જોવા મળશે.
- આપણ વાંચોઃ 6 મેના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થશે, ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાય તેવી શક્યતા
ઇટાલીયાએ કહ્યું કોરોનામાં ચૂંટણીના થવી જોઈએ