ગાંધીનગર સિવિલમાં કોરોના સામે ઝઝૂમતી મહિલાએ જણાવી આપવીતી, જુઓ વીડિયોમાં શું કહ્યું... - A woman fighting against Corona in Civil said giving
રાજ્યના આરોગ્ય પ્રધાન અને અગ્ર સચિવ ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ ખૂબ જ સારી છે તેવું પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી રહ્યા છે. દર્દીને તમામ સુવિધાઓ મળી રહી છે તેવા બણગા પણ ફૂંકી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા શું છે, તે હવે દર્દીઓ પોતાનો વીડિયો બનાવીને જણાવી રહ્યા છે. ગાંધીનગર સિવિલમાં આવેલા 801 વોર્ડમાં કોરોનાની સારવાર લઈ રહેલી મહિલા સાંભળો શું કહી રહી છે.
![ગાંધીનગર સિવિલમાં કોરોના સામે ઝઝૂમતી મહિલાએ જણાવી આપવીતી, જુઓ વીડિયોમાં શું કહ્યું... સિવિલમાં કોરોના સામે ઝઝૂમતી મહિલાએ આપવીતી કહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8059274-651-8059274-1594966273681.jpg)
સિવિલમાં કોરોના સામે ઝઝૂમતી મહિલાએ આપવીતી કહી
ગાંધીનગર: સિવિલમાં દર્દીઓની પૂરતી સંખ્યા પ્રમાણે તબીબોનો સ્ટાફ નથી. રાજ્ય સરકાર જ્યાંથી વહીવટ કરે છે, ત્યાંથી બે કિલોમીટર દૂર આવેલી હોસ્પિટલમાં જ સામાન્ય દર્દીઓની હાલત કફોડી થઇ રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પગલે હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જઈ રહી છે. સિવિલના નામથી હવે સારવાર લેવા આવતા દર્દીઓ થર થર કાપી રહ્યા છે. અગ્ર સચિવ જયંતિ રવિ પોતાની બદનામી થઈ ત્યારબાદ ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં મુલાકાત ગોઠવી રહ્યા છે, પરંતુ હજુ સુધી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક પણ મુલાકાત લીધી નથી.
સિવિલમાં કોરોના સામે ઝઝૂમતી મહિલાએ આપવીતી કહી