- GMCની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું
- 2 AAPના સહિત કુલ 8 ફોર્મ પરત ખેંચાયા
- 233માંથી 70 ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે
ગાંધીનગર : GMCની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ 6 એપ્રિલ હોવાથી અત્યાર સુધીમાં 8 ફોર્મ પરત ખેંચાયા છે. જેથી ચૂંટણીનું આગામી ચિત્ર આજના દિવસમાં સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં 8માંથી બે ફોર્મ તો આમ આદમી પાર્ટીના છે. જો કે, કોંગ્રેસ અને ભાજપના ફોર્મ પરત ખેંચાયા હોવાના સમાચાર છેક સુધી મળ્યા ન હતા. બાકીના 6 ફોર્મ અપક્ષમાંથી ખેંચાયા છે.
આ પણ વાંચો -ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
આપના એક જ વૉર્ડના બે ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા
આપના 44માંથી 43 ફોર્મ ભરાયા હતા. જેમાં વૉર્ડ નંબર 5માંથી બે ફોર્મ પરત ખેંચાયા છે. જેમાં કૂંપત દવે અને નિશીરાજ રમલાવત દ્વારા આ ફોર્મ પરત ખેંચાયા છે. ફોર્મ પરત ખેંચવાનો આ સિલસિલો 3 કલાક સુધી ચાલુ રહ્યો હતો. સોમવાર સાંજ સુધીમાં કોંગ્રેસ અને ભાજપમાંથી ફોર્મ પરત ખેંચાશે તેવુ લાગતું હતું, પરંતુ આ વાત પુરવાર થઈ ન હતી.
આ પણ વાંચો -ગાંધીનગર ચૂંટણી માટેની આખરી મતદાર યાદીમાં 2,82,380 મતદારો નોંધાયા