- રાજ્યમાં કુલ 6,313 સામૂહિક દુષ્કર્મની ઘટનો નોંધાઇ
- મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા પોકળ
- અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ 977 કેસ
ગાંધીનગર : રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અને મહિલાઓ સુરક્ષિત છે, તેવી સરકાર દ્વારા અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે, પરંતુ વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરીમાં સલામતીના મુદ્દે એવા આંકડા બહાર આવ્યા છે કે, આ સમાચાર સાંભળીને લોકો સ્તબ્ધ થઈ જાય. ગત 5 વર્ષમાં કુલ 6,313 સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. આ વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં આંકડાઓ સામે આવ્યા છે.
આ પણ વાંચો -પ્રગતિના પ્રતીક ગુજરાતમાં અધધ ગુનાખોરી વધી
આ પણ વાંચો -રાજકોટ: પોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ થયો પોલીસ હવાલે
અમદાવાદમાં 977 કેસ, સુરતમાં 953 કેસ
અમદાવાદ શહેરમાં ગત પાંચ વર્ષમાં 977 અને સુરતમાં 953 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. સલામત કહેવાતા ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જ્યારે સામૂહિક દુષ્કર્મના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2015-16માં સામૂહિક દુષ્કર્મના 5 કેસ હતા. જે 2019માં વધીને 20 થયા છે. આમ સરેસાશ 15 કેસનો વધારો 5 વર્ષમાં થયો છે.
આ પણ વાંચો -4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહના ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા
આ પણ વાંચો -ભૂવાએ તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું