ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉક ડાઉન ભંગના કુલ 490 અને ક્વોરન્ટાઇન ભંગના 236 ગુનાઓ, કુલ 897 આરોપીઓની અટકાયત - CM Vijay Rupani

કોરોના વાયરસની સ્થિતિમાં જાહેર થયેલા દેશવ્યાપી લૉક ડાઉનને રાજ્યભરમાં આવકારદાયક પ્રતિસાદ મળી રહ્યો હોવાનું રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ નિવેદન આપ્યું છે. જ્યારે આવનારા સમયમાં પણ આવો જ સહકાર મળતો રહે તેવી નાગરિકોને અપીલ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કરી હતી.

લૉક ડાઉન ભંગના કુલ 490 અને ક્વોરન્ટાઇન ભંગના 236 ગુનાઓ, કુલ 897 આરોપીઓની અટકાયત
લૉક ડાઉન ભંગના કુલ 490 અને ક્વોરન્ટાઇન ભંગના 236 ગુનાઓ, કુલ 897 આરોપીઓની અટકાયત

By

Published : Mar 25, 2020, 6:40 PM IST

ગાંધીનગર : પોલીસ વડા શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્થિતિમાં રાજ્યમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદી, અનાજ, કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સુચારૂ રીતે ઉપલબ્ધ થાય અને નાગરિકોને સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા માટે સંવેદનશીલતાથી વર્તવા પોલીસને સૂચનાઓ આપી દેવામાં આવી છે..

ઝાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં સોશિઅલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે તેવા સંજોગોમાં લૉક ડાઉનનો અમલ સુવ્યવસ્થિત રીતે થઇ રહ્યો છે. તેમ છતાં જ્યાં હજુ પણ નાગરિકોનો સહકાર મળી રહ્યો નથી તે વિસ્તારોમાં સખ્તાઈથી અમલ કરાવાઈ રહ્યો છે અને તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજજ છે.

રાજ્યમાં લૉક ડાઉન લાગુ થયા બાદ અત્યાર સુધીમાં કરવામાં આવેલી કડક કાર્યવાહી અંગે વિગતો આપતાં ડીજીપીએ જણાવ્યું હતું કે ગઇ કાલ તા.૨૪ માર્ચથી આજ સુધીમાં જાહેરનામા ભંગના 191 ગુનાઓ અને ક્વોરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાના ભંગ કરવા બદલ 89 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત કુલ 353 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના કુલ 490 ગુનાઓ અને ક્વોરંટાઇન કાયદાના ભંગ બદલ 236 ૨૩૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 897 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

બાઈટ

શિવાનંદ ઝા, DGP, ગુજરાત

ABOUT THE AUTHOR

...view details