ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના અત્યાર સુધીમાં 147 ટ્રેન દ્વારા શ્રમિકોને વતન મોકલાયા, સૌથી વધુ ટ્રેન ગુજરાતથી રવાના કરાઇ - અમદાવાદ ન્યૂઝ

કોરોના વાઇરસને કારણે કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને શ્રમિકોને પોતાના વતનમાં મોકલવા માટે રાજ્ય સરકારને ટ્રેનની વ્યવસ્થા કરી આપવાની સૂચના આપવામાં આવી હતી. જેથી રાજ્યમાં 147 ટ્રેનો દોડાવવામાં આવી છે. દેશમાં સૌથી વધુ ટ્રેન શરૂ કરનારું રાજ્ય ગુજરાત છે.

રાજ્યના અત્યાર સુધી કુલ 147 ટ્રેનમાં શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા, સૌથી વધુ ટ્રેન ગુજરાતથી શરૂ થઈ
રાજ્યના અત્યાર સુધી કુલ 147 ટ્રેનમાં શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા, સૌથી વધુ ટ્રેન ગુજરાતથી શરૂ થઈ

By

Published : May 9, 2020, 5:09 PM IST

ગાંધીનગરઃ કોરોના વાઇરસને કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડીને શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે રાજ્ય સરકારને ટ્રેનની વ્યવસ્થા કરી આપવાની સૂચના આપવામાં આવી હતી.

જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો આજ દિન સુધી કુલ 147 ટ્રેનો દોડાવવામાં આવી છે. જે દેશમાં સૌથી વધુ ટ્રેન શરૂ કરનારું રાજ્ય ગુજરાત છે. જ્યારે 10 મેંથી 13મેં સુધીમાં 5 ફ્લાઇટ્સમાં વિદેશમાં ફસાયેલા લોકોને પરત ગુજરાત લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રાજ્યમાં કુલ 25 જિલ્લામાંથી 33 ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી વધુ ગુજરાતમાં ટ્રેન દોડાવવા બાબતે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં શ્રમિકોને વતન પહોંચાડવા માટે તમામ રાજ્ય સરકાર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે છે.

દેશમાં લોકડાઉન દરમિયાન કુલ 327 જેટલી ટ્રેન દોડાવવામાં આવી છે. જેમાં ફક્ત ગુજરાત રાજ્યમાં જ 147 ટ્રેનો દોડાવવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે 40, પંજાબ 37, તેલંગાણા 29 અને રાજસ્થાન સરકાર દ્વારા ફક્ત 2 જ ટ્રેનો શરૂ કરી છે. જ્યારે ગુજરાતમાં આજ સુધીમાં કુલ 2,04,000 લોકોને શ્રમિકોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે.


આ ઉપરાંત વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોને ગુજરાત પરત લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં 13 તારીખ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર પાંચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડિંગ થશે. જેમાં કુલ 1099 લોકો વિદેશથી પરત લાવવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર આવતી ફ્લાઇટની વિગતો.

• 10.05.2020ના દિવસે સિંગાપુરથી 243 પેસેન્જર
• 12.05.2020ના દિવસે ફિલિપાઈન્સથી 243 પેસેન્જર
• 12.05.2020ના દિવસે યુ.એસ.એ.થી 147 પેસેન્જર
• 13.05.2020ના દિવસે યુ.કે. થી 317 પેસેન્જર
• 13.05.2020ના દિવસે કુવૈતથી 149 પેસેન્જર

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર આ તમામ લાઈટનું સેટીંગ થશે. ત્યારે રાજ્યનો આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્કેનીંગ કરવામા આવશે અને તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details