ગુજરાત

gujarat

ETV Bharat / state

કલોલ હાજીપુર ગામમાંથી ખોદકામ દરમિયાન આશરે 1 હજાર વર્ષ જૂની વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી આવી

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર ગામમાં ચોમાસા પહેલાં તળાવમાથી ખનીજના ખોદકામ દરમિયાન વિષ્ણુ ભગવાનની દુર્લભ મૂર્તિ મળી આવી હતી. ગાંધીનગર વિભાગની ટીમ ખનીજ ચોરી રોકવા માટે ગઈ હતી. તે દરમિયાન પ્રાચીન મંદિર નિર્માણના પથ્થરો તેમજ ઈંટોના અવશેષો જોવા મળ્યા હતા.

Hajipur
કલોલ હાજીપુર ગામમાંથી ખોદકામ દરમિયાન એક હજાર વર્ષ જૂની વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી

By

Published : Sep 12, 2020, 10:30 AM IST

ગાંધીનગર : કલોલ તાલુકાના હાજીપુર ગામમાં ગાંધીનગર ભૂસ્તર વિભાગની ટીમ માટી ચોરી રોકવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હાજીપુર ગામમાં તપાસ માટે પહોંચી હતી. મૂર્તિ જોઈને સરકારી વાહનમાં પહોંચેલા અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આજુબાજુના ખેડૂતોએ જણાવ્યું હતું કે, સાહેબ અમારા વડવાઓના કહેવા મુજબ મુગલ કાળ દરમિયાન અહીં વિષ્ણુ ભગવાનનું મંદિર અને ખજાનો હતો. જેની લૂંટ કરવા મુગલો આવ્યા હતા પણ ભગવાનના આશીર્વાદ, ચમત્કારથી ખજાનો તેમના હાથે ન લાગતા આખું મંદિર તોડી પાડ્યું હતું.

રેલવેના કામ માટે સરકારને રોયલ્ટી ચૂકવી ખનન કરનાર એજન્સીના ઈજનેરે જણાવ્યું કે, સાહેબ જયારે અમે અહી ખનન કરી તળાવ ઊંડુ કરતા હતા. ત્યારે ગામના લોકોનું ટોળુ પણ અમૂલ્ય ખજાનો દટાયેલો છે જે મળે છે કે કેમ? જેની તેઓ રાહ જોઇ રહ્યા હતા.

ત્યારે ફોટા મુજબ વિષ્ણુ ભગવાનની દુર્લભ મૂર્તિ મળતા તે જગ્યાથી સલામત અંતર છોડાવી તળાવ ઊંડુ કરવા સૂચન કર્યું હતું. એક અભ્યાસ પ્રમાણે આ મૂર્તિ આશરે 800-1000 વર્ષ જૂની હોવાનું અનુમાન છે. જેની પુરાતત્વ વિભાગને સાથે રાખી સંશોધન હાથ ધરી ખનન કરવામા આવે તો ઈતિહાસના ઘણા રોચક તથ્ય બહાર આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details