ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરતો ચોર, CCTVમાં કેદ - ગાંધીનગર સમાચાર

ગાંધીનગરઃ પાટનગરમાં ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તસ્કરો પોલીસનો ડર રાખ્યા વિના ચોરી કરી રહ્યાં છે. શહેરના સેક્ટર 22માં આવેલી એક મોબાઇલની દુકાનમાં ખરીદી કરવાના બહાને આવેલા ચોર દ્વારા દુકાનમાં રહેલો મોબાઈલનો ડેમો પીસ આબાદ રીતે ચોરી કરવામાં આવ્યો હતો. આ શખ્સ પણ ચોરી કરતાં CCTV કેમેરામાં ઝડપાઈ ગયો હતો.

etv
ગાંધીનગરમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરતો ચોર CCTVમાં થયો કેદ

By

Published : Jan 9, 2020, 2:29 PM IST

સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમા જણાવ્યું છે કે, સેક્ટર 22માં 17 બસ સ્ટેન્ડ પાસે આવેલા શાલિન કોમ્પલેક્ષમાં રુદ્ર મોબાઇલની દુકાન આવેલી આવેલી છે. સેક્ટર 26 કિસાન નગર રહેતા કાર્તિક પટેલ આ દુકાનના માલિક છે. ત્યારે ગત 7 જાન્યુઆરીના રોજ નિત્યક્રમ મુજબ દુકાન ખોલી હતી પરંતુ. તેમાં લગાવેલો ઓપો કંપનીનો ડેમો પીસનો મોબાઇલ આશરે કિંમત 14000 રૂપિયા કીંમતનો હતો.

ગાંધીનગરમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરતો ચોર CCTVમાં થયો કેદ

દુકાનમાં રહેલા CCTVની તપાસ કરતા એક શખ્સ 6 વાગ્યાના અરસામાં ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ કરે કરે છે. દરમિયાન તેની નજરથી ટેબલ ઉપર પડેલો મોબાઇલ પર પડે છે અને મોબાઇલ પોતાના ખિસ્સામાં રાખીને રવાના થઈ જાય છે. આ ધટના CCTVમાં કેદ થાય છે.

ABOUT THE AUTHOR

...view details