ગાંધીનગર: ખોરજ પાસે કન્ટેનરની ટક્કરે બાઇક ચાલકનું મોત - Khoraj accident
ગાંધીનગર: તાલુકાના ખોરજ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી વૈષ્ણોદેવી તરફ જતા રસ્તા ઉપર સાંજે 6 વાગ્યાની આસપાસ એક કન્ટેનર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સામે આવી રહેલા બાઈકને ટક્કર મારી હતી.બાઈક ચાલકનું બનાવ સ્થળે જ મોત થઈ ગયું હતું. આ બનાવની જાણ અડાલજ પોલીસ સ્ટેશને કરતા ઘટના સ્થળે પહોંચીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

etv bharat
ગાંધીનગર તાલુકાના ખોરજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સાંજના 6 વાગ્યે એક ભયંકર અકસ્માત થયો હતો. ખોરજથી વૈષ્ણોદેવી તરફ જતા રોડ ઉપર એક કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેથી પેશન બાઈક 4547 પર આવી રહેલા 43 વર્ષીય દિલીપકુમાર નાથુભાઈ અસારીનું બનાવ સ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતક ભિલોડાનો રહેવાસી છે. કન્ટેનરની ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇકના પણ ટુકડા થઈ ગયા હતા.