ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં વિલંબે પડેલી યોજનાના અમલીકરણ માટે બેઠક યોજાઇ, એક ગાય દીઠ 900 રૂ.ની સહાય: આર.સી.ફળદુ - રાજ્ય સરકાર

લોકડાઉનના સમય દરમિયાન રાજ્ય સરકારની અનેક યોજનાઓ વિલંબમાં પડી છે. રાજ્ય સરકાર દ્વારા ફન્ડિંગ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આ યોજનાનો અમલ થઇ શક્યો ન હતો, જેના કારણે બુધવારના રોજ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે કેબિનેટ કક્ષાના પ્રધાનો વચ્ચે બેઠક યોજીને સરકાર દ્વારા બનાવેલ યોજનાનો ઝડપી અમલ થાય તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.

લોકડાઉનમાં વિલંબે પડેલ યોજનાનું ઝડપી અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઇ, એક ગાય દીઠ 900 સહાય: આર.સી.ફળદુ
લોકડાઉનમાં વિલંબે પડેલ યોજનાનું ઝડપી અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઇ, એક ગાય દીઠ 900 સહાય: આર.સી.ફળદુ

By

Published : Jun 24, 2020, 10:20 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બુધવારના રોજ રાજ્યનાં તમામ પ્રધાનોને લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની વિલંબમાં પડેલી યોજનાઓ ઝડપી અમલમાં આવે તે માટે સીએમ વિજય રૂપાણીએ તમામ પ્રધાનોને સૂચના આપી હતી. જે અંતર્ગત બુધવારના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકડાઉનમાં વિલંબે પડેલ યોજનાનું ઝડપી અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઇ, એક ગાય દીઠ 900 સહાય: આર.સી.ફળદુ

આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું કે, પશુપાલન અને કૃષિવિભાગની કેટલીક ખેડૂતલક્ષી અને પશુપાલન મુદ્દે મળતી અનેક યોજના છે, જે બાબતે સમીક્ષા કરવામાં આવશે, સાથે જ લોકડાઉન દરમિયાન લોકો ઘરે રહ્યા હતા, ત્યારે હવે રાજ્ય સરકારની નવી યોજનાનું ઝડપી અમલીકરણ થાય તે માટે બેઠક યોજવામાં આવી હતી. જ્યારે સરકારે દર મહિને પ્રતિ ગાય દીઠ 900 રૂપિયાની આર્થિક સહાય, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. પણ 3 મહિના લોકડાઉનમાં ગયા જેથી યોજનાનો અમલ ના કરી શકાયો, હવે આ યોજનાનો સંપૂર્ણપણે અમલ 5 મહિનામાં થાય અને સરકારે જે બજેટ ફાળવ્યું છે. તેનો પણ સંપૂર્ણ ઉપયોગ થાય અને યોજના આગળ વધે તે માટે બેઠક મળી હતી.

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહર ચાવડા, જયેશ રાદડીયા અને સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details