ગુજરાત

gujarat

ETV Bharat / state

અડાલજમાં બ્રહ્મ સમાજની મેગા બિઝનેસ સમિટ યોજાઈ

ગાંધીનગરઃ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા 3થી 5 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરાયું હતું. જેમાં બ્રહ્મ સમાજની બીજી સમિટને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. સમિટમાં રાજ્યભરના ભૂદેવોનું ઘોડાપૂર ઉમટયું હતું સમાજના લોકોને ઉપયોગી થાય તે માટે 150 જેટલા અલગ અલગ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સમિટના અંતિમ દિવસે બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલા કલાકારો નેતાઓ અને રમતવીરોને બ્રહ્મ એવોર્ડ આપી સન્માનિત કરાયા.

અડાલજ
અડાલજ

By

Published : Jan 3, 2020, 8:14 PM IST

રાજ્યમાં બ્રહ્મસમાજ દ્વારા સમાજના લોકોને રોજગારી મળે તે હેતુથી બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. વર્ષ 2017માં 250થી વધુ બ્રહ્મ સમાજના આગેવાનોને સમાજના આગેવાનોને બ્રાહ્મણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના સાત હજારથી વધુ કર્મચારીઓ બ્રાહ્મણોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને રૂપિયા એક લાખના અકસ્માત વીમા પોલિસી અને પચાસ હજારના મેડીક્લેમ પોલિસીનું પ્રીમિયમ ભરીને ગરીબ લોકોને ગરીબ લોકોને આર્થિક રીતે સધ્ધર બને તેવા પગલાં લેવાયા છે.

ગાંધીનગર પાસે આવેલા અડાલજ ત્રિમંદિર પાસે વિશાળ જગ્યામાં આજે 3 જાન્યુઆરીનાં રોજ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 2નું આયોજન કરાયું છે. જેમાં ત્રણ લાખ કરતાં વધુ બ્રહ્મ સમાજના પરિવારો આ સમિટનો લાભ લાભ લેશે. પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત બ્રહ્મ સમાજના રાજકીય ક્ષેત્રે અગ્રેસર રહેલા આગેવાનોની હાજરીમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બિઝનેસ સમિટનો શુભારંભ કરાયો હતો. આ બિઝનેસ સમિટમાં 10 હજાર કરતાં વધુ યુવક યુવતીઓને રોજગારી આપવાનો રોજગારી આપવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સમિટમાં પ્રથમ દિવસે ધર્મસભા યોજવામાં આવી હતી.

બ્રહ્મ સમાજની મેગા બિઝનેસ સમિટ યોજાઈ

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના પ્રમુખ પ્રમુખ ડૉ. યજ્ઞેશ દવેએ કહ્યું કે, "કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો કાર્યક્રમની શોભા વધારશે. 2017માં બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરાયું હતું. જેમાં દોઢ લાખથી વધુ મુલાકાતીઓ લાભ લીધો હતો. જ્યારે 42 સોથી વધુ યુવક યુવતીઓને રોજગારી સાંપડી રોજગારી સાંપડી હતી. આ કરવા પાછળનો હેતુ સમાજના યુવક-યુવતીઓ અને રોજગારી પ્રાપ્ત થાય બ્રહ્મ સમાજનો વ્યાપ વધે તેં માટેનો છે. આ સમીટમાં બાળકો માટે બાલ નગરી સહીત શિવલિંગ બનાવવામાં આવ્યા છે. જ્યારે અલગ-અલગ ચાર ડોમમાં 150 જેટલા અલગ અલગ વેરાયટીના સ્ટોર મૂકવામાં આવ્યા છે. જેથી બ્રહ્મ સમાજના લોકોને રોજગારી મળશે."

ABOUT THE AUTHOR

...view details