ગુજરાત

gujarat

અડાલજમા બ્રહ્મ સમાજની મેગા બિઝનેસ સમિટ યોજાશે, સમાજના કલાકારો-નેતાઓ રહેશે હાજર

By

Published : Dec 19, 2019, 8:41 PM IST

ગાંધીનગરઃ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આગામી 3 થી 5 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજવામાં આવશે. જેમાં બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલા કલાકારો નેતાઓ અને રમતવીરોને બ્રહ્મ એવોર્ડ આપી સન્માનિત કરાશે. મેઘા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં કર્મકાંડ કરતા ભૂદેવોને રોજગારી પૂરી પાડવા સહિતની કામગીરી કરવામાં આવશે.

etv bharat
અડાલજમા બ્રહ્મ સમાજની મેગા બિઝનેસ સમીટ યોજાશે, સમાજના કલાકારો, નેતાઓ રહેશે હાજર

રાજ્યમાં બ્રહ્મસમાજ દ્વારા સમાજના લોકોને રોજગારી મળે તે હેતુથી બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં 250થી વધુ બ્રહ્મ સમાજના આગેવાનોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના સાત હજારથી વધુ કર્મચારીઓ બ્રાહ્મણોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને રૂપિયા એક લાખના અકસ્માત વીમા પોલિસી અને પચાસ હજારના મેડીક્લેમ પોલિસીનું પ્રીમિયમ ભરીને ગરીબ લોકોને આર્થિક રીતે સધ્ધર બને તેવા પગલાં લેવાયા હતા.

અડાલજમા બ્રહ્મ સમાજની મેગા બિઝનેસ સમિટ યોજાશે, સમાજના કલાકારો, નેતાઓ રહેશે હાજર

ગાંધીનગર પાસે આવેલા અડાલજ ત્રિમંદિર પાસે પાસે વિશાળ જગ્યામાં આગામી ત્રણથી પાંચ જાન્યુઆરી દરમિયાન બ્રાહ્મણ બિઝનેસ સમીટ 2નું આયોજન કરાયું છે. જેમાં ત્રણ લાખ કરતાં વધુ બ્રહ્મ સમાજના પરિવારો આ સમિટનો લાભ લેશે. જ્યારે સમાજમાં વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર સૌથી વધુ પ્રતિભાવોને સન્માનિત આ બિઝનેસ સમિટમાં 10 હજાર કરતાં વધુ યુવક યુવતીઓને રોજગારી આપવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સમિટમાં પ્રથમ દિવસે ધર્મ સભા યોજાશે જેમાં રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને વિપક્ષના નેતાઓ હાજર રહેશે.

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના પ્રમુખ પ્રમુખ ડૉ. યજ્ઞેશ દવેએ કહ્યું કે,કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો કાર્યક્રમની શોભા વધારશે. 2017માં બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન મહાત્મા મંદિર સમિટનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરાયું હતું.જેમાં દોઢ લાખથી વધુ મુલાકાતીઓ લાભ લીધો હતો. જ્યારે 42 સોથી વધુ યુવક યુવતીઓને રોજગારી સાંપડી હતી. આ કરવા પાછળનો હેતુ સમાજના યુવક-યુવતીઓ અને રોજગારી પ્રાપ્ત થાય બ્રહ્મ સમાજનો વ્યાપ વધે તેં માટેનો છે.

ABOUT THE AUTHOR

...view details