ગાંધીનગરઃ પંચાયત વિભાગના 33 જિલ્લા વિકાસ અધિકારીઓને (District Development Officer )ગાંધીનગરનું તેડું આવ્યું હતું. જેમાં 33 જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય બેઠક (Meeting of District Development Officers)રાખવામાં આવી હતી. જ્યારે પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જિલ્લા પંચાયતની બેઠકમાં(District Panchayat meeting)કામગીરીના લેખા જોખા જોવામાં આવ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએઆપેલું માર્ગદર્શન પર સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃઆરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમ પ્રોજેક્ટ શરૂ, કલોલના 11 ગામોનો સમાવેશ
નારી શક્તિ વધુ મજબૂત બને તે માટે સરકારના પ્રયત્નો -પંચાયત વિભાગના હસ્તક 13,121 જગ્યાઓ ખાલી હતી તેની જાહેરાત આપવામાં આવી છે. ત્યારે ઉમેદવારોની પસંદગી પંચાયત પસંદગી મંડળ દ્વારા ગોપનીયતાથી અને પારદર્શક થઈ રહી છે. જ્યારે આગામી ટૂંક સમયમાં 13,000 લોકોને નોકરી પ્રાપ્ત થશે. જ્યારે વતનપ્રેમ યોજના અંતર્ગત દરેકે ગામમાં સરકારના કાર્યક્રમો અમલી બને તે માટે ખાસ લક્ષ્ય આપવામાં આવશે. ત્યારે 50 ટકા મહિલાને સ્થાન મળે અને નારી શક્તિ વધુ મજબૂત બને તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.
આ પણ વાંચોઃદાહોદ જિલ્લા વિકાસ અધિકારીઓનું નવતર અભિયાન, ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું
દરેક વિભાગમાં યોગ્ય રીતે કામ -જ્યારે ગાંધીનગરમાં દરેક વિભાગમાં હવે ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં દરેક વિભાગમાં યોગ્ય રીતે કામ થાય અને અત્યાર સુધીની કામગીરી કેવી રીતે કરવામાં આવી તેમજ અન્ય બાબતોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે.