ગાંધીનગરઃ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ આ ચૂંટણીને લઈને બહુ સતર્ક છે. આ ચૂંટણીમાં મતદારોનો સમાવેશ યોગ્ય રીતે થાય તેના પર ખાસ પ્રયાસો કરી રહી છે. મતદારોની વિગતો પણ યોગ્ય હોય તે સંદર્ભે ચૂંટણી પંચ અને કાર્યક્રમ હાથ ધરી રહ્યું છે. જે પૈકીનો એક કાર્યક્રમ એટલે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ. આ કાર્યક્રમ યુવા મતદારો માટે બહુ મહત્વનો છે. મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે તે માટે યુવા મતદારો માટે મહત્વની તક છે.
સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમઃ ચૂંટણી પંચનો આ કાર્યક્રમ યુવા મતદાતાઓ માટે લાભદાયી છે. જેમાં યુવા મતદાતાઓ તા.01-01-2024ના રોજ 18 વર્ષના થઈ જતા હોય તો તેઓ મતદાતા તરીકે નામ નોંધાવી શકશે. આ કાર્યક્રમનો છેલ્લો દિવસ 9મી ડિસેમ્બર રાખવામાં આવ્યો છે. ચૂંટણી પંચ તરફથી આ કાર્યક્રમને સફળ બનાવવા રાજ્યવ્યાપી ઝુંબેશ પણ હાથ ધરાશે. રાજ્યના યુવા મતદાતાઓએ આ કાર્યક્રમનો લાભ લઈ પ્રથમ વખત મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ સામેલ કરાવવું બહુ આવશ્યક છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલઃ તા. 09 ડિસેમ્બરના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 કલાક દરમિયાન મતદારયાદીમાં સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે. મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં ચકાસી શકશે તેમજ સુધારા વધારા પણ કરી શકશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા રાજ્યના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ ઉમેરાવા જાહેર અપીલ કરી છે.
ઓનલાઈન સુધારા કરી શકાશેઃ પાત્રતા ધરાવતા યુવાનો અને અન્ય મતદારો યાદીમાં નામ નોંધાવવા અંગે, સુધારો, ઉમેરો કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને http://voters.eci.gov.in/ ઉપર ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશે.
- Assembly Election 2022: 10 ઓક્ટોબરના દિવસે જાહેર થશે વિધાનસભા ચૂંટણીની ડ્રાફ્ટ મતદારયાદી
- Vadodara News: મતદાતા જાગૃતિ માટે નવતર પહેલ, મતદાર યાદી સુધારણાની જાહેરાત માટે બનાવ્યું 'પેરોડી સોન્ગ'