ગાંધીનગરઃ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને ગાંધીનગર શહેરના સેક્ટર 4માં રહેતા કિર્તીસિંહ રાઠોડ મંગળવાર રાત્રે ચિલોડા તરફ પોતાનું એક્ટિવા લઇ જઈ રહ્યા હતા.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત
મંગળવાર મોડી રાત્રે સેક્ટર 30 સર્કલ પાસે એક આઈસર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા પોલીસ કર્મચારીનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ પોલીસકર્મી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યો હતો.
અકસ્માત
આ દરમિયાન ચિલોડા તરફથી આવી રહેલી આઈસર ટ્રકે મારતા ઘટનાસ્થળે જ એક્ટિવા ચાલક પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સેક્ટર-21 પોલીસ સ્ટેશને કરતા કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.