ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વહાલા દવલાની નીતિઓ પહેલેથી જ ચાલી રહી છે. સામાન્ય રીતે કર્મચારીઓ પોતાની પસંદગીના લોકોને નજીકમાં રાખતા હોય છે. પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારી નીચેના અધિકારીને પાસે રાખતા હોય છે પાસે રાખતા હોય છે, તેવું સામાન્ય રીતે જોવા મળે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેનાથી ઊલટું કામ થઈ રહ્યું હોય રહ્યું હોય એવું સામે આવી રહ્યું છે. આઉટસોર્સમાં ફરજ બજાવતો એક નામચીન કર્મચારી જેનાથી મોટાભાગના આઉટસોર્સના કર્મચારીઓ અને એજન્સીના કર્મચારીઓ યાતનાઓ વેઠી રહ્યા છે. તેવા કર્મચારીએ પોતાની પસંદગીના મેડિકલ ઓફિસરને લાવવા માટે મથામણ શરૂ કરી છે.
લ્યો કરો વાત : સિવિલના આઉટસોર્સ કર્મચારીએ મનગમતા RMO લાવવા માટે મથામણ શરૂ કરી! - ઈટીવી ભારત
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ કાયમી ફરજ બજાવતા RMO વય નિવૃત થયા છે. હાલમાં આસિસ્ટન્ટ આર.એમ.ઓને તેનો ચાર્જ આપવામાં આવ્યો છે. ત્યારે એક આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મચારીએ પોતાની પસંદગીના અધિકારી સિવિલમાં આવે તેને લઈને આવે તેને લઈને મથામણ શરૂ કરી છે. આ કર્મચારીની નોકરી જ અન્ય અધિકારીના કારણે ટકી રહી છે. તેવા આઉટસોર્સના કર્મચારીએ પોતાના સંબંધીઓ મારફતે કવાયત હાથ ધરતા સોપો પડી ગયો છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા જ કાયમી રેસિડેન્સ મેડિકલ ઓફિસર ઓફિસર ડોક્ટર રાજેન્દ્ર ચૌહાણ વય નિવૃત થતા થતા તેમની જગ્યા ઉપર અનેક કર્મચારીઓનો ડોળો ડળકી રહ્યો છે. હજુ તો સરકાર સ્વચ્છ છબી ધરાવતા નિવૃત આરએમઓને ફરજ ઉપર પરત બોલાવે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. તેવા સમયે પોતાની કામગીરીમાં બેદરકારી દાખવનાર અને માત્ર રખડવા માટે આવતા હોય તેવી છબી ધરાવનાર આ કર્મચારી પોતે સિવિલ હોસ્પિટલમાં પોતાનું વર્ચસ્વ જળવાઈ પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે તે માટે અન્ય કર્મચારીઓની છબી ખરડવાનું કામ કરીને પોતાના માનીતા અધિકારીને લાવવા માટે ચંચુપાત કરી રહ્યો છે. ત્યારે. ત્યારે સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરો અને કર્મચારીઓમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.