ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્ડોનેશિયામાં કોલસાની માર્કેટ ટ્રેન્ડમાં બદલાવ, કોલસાની ખરીદી સ્પર્ધાત્મક રીતે થઇ શકશે

રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2018ના ઠરાવને રદ કરવામાં આવ્યો છે અને 12 જૂના 2020થી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં વર્ષ 18 પછી ઇન્ડોનેશિયન કોલસાના માર્કેટમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લઈને અન્ય પ્રતિષ્ઠિત માર્કેટ ઈન્ડેક્ષનો કોલસાના ભાવની ગણતરી કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી પ્રોજેક્ટ ડેવેલોપર દ્વારા કોલસાની ખરીદી સ્પર્ધાત્મક રીતે ઓછામાં ઓછા દરે થાય અને સમયાંતરે થતા અંતરાષ્ટ્રીય કોલસાના ભાવનો ઘટાડાનો લાભ ગ્રાહકને મળી શકશે.

indonesian-coal
ઇન્ડોનેશિયામાં કોલસાની માર્કેટ ટ્રેન્ડમાં બદલાવ

By

Published : Jul 19, 2020, 2:23 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થિત ત્રણ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ માટે હતો. જે અંતર્ગત ચાર પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરાયા હતાં. તે અન્વયે કોસ્ટલ ગુજરાત પાવર લી. સાથેનો સપ્લીમેન્ટલ કરાર, હિસ્સેદારી ધરાવતા અન્ય રાજ્યોની સહમતી ન હોવાના કારણે સહી કરાઈ નથી. જ્યારે એસ્સાર પાવર ગુજરાત લી. સાથેના સપ્લીમેન્ટલ કરારને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા શરતી મંજુરી આપવામાં આવી છે જેની સામે એસ્સાર દ્વારા એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરાઈ હતી.

બીજી તરફ સપ્લીમેન્ટલ કરાર પણ કાર્યરત થયો નથી. જ્યારે અદાણી પાવર સાથે થયેલા સપ્લીમેન્ટલ કરાર અન્વયે અદાણી દ્વારા 1 ડિસેમ્બર, 2018નાં ઠરાવ મુજબ પાછલા સમયગાળાનું નુકશાન પ્રોજકેટ ડેવેલોપર દ્વારા ભોગવવાની મુખ્ય શરતનો ભંગ કરવાના કારણે, આ સપ્લીમેન્ટલ કરારની મંજૂરી રદ કરવા માટે GUVNL દ્વારા કેન્દ્રીય વીજ નિયમન આયોગ સમક્ષ પીટીશન કરવામાં આવી છે, જે પેન્ડીંગ છે. ઉપરોક્ત તમામ પ્રોજેક્ટને 1 ડિસેમ્બર 2018ના ઠરાવ મુજબ ટેરીફ મળવાપાત્ર થતું નથી.

રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2018ના ઠરાવને રદ કરવામાં આવ્યો છે અને 12 જૂના 2020થી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં વર્ષ 18 પછી ઇન્ડોનેશિયન કોલસાના માર્કેટમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લઈને અન્ય પ્રતિષ્ઠિત માર્કેટ ઈન્ડેક્ષનો કોલસાના ભાવની ગણતરી કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી પ્રોજેક્ટ ડેવેલોપર દ્વારા કોલસાની ખરીદી સ્પર્ધાત્મક રીતે ઓછામાં ઓછા દરે થાય અને સમયાંતરે થતા અંતરાષ્ટ્રિય કોલસાના ભાવનો ઘટાડાનો લાભ ગ્રાહકને મળી શકશે.

ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા એસ્સાર પાવરના સપ્લીમેન્ટલ કરારની મંજૂરી આપવા અંતર્ગત સૂચવવામાં આવેલા સુધારા જેવા કે વધુ સારા ઓપરેશનલ પેરામીટર પ્રમાણે ટેરિફની ગણતરી કરવાની રહેશે અને નામંજૂર કરેલ ટ્રાંસીટ લોસ અને અન્ય ચાર્જીસ (3%) ને રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં નવી માર્ગદર્શિકામાં સમાવેશ કરવામાં આવી છે. જેથી 1 ડિસેમ્બર 2018 ના ઠરાવની સરખામણીએ વીજદરમાં ઘટાડો થશે અને રાજ્ય ગ્રાહકોને ફાયદો થશે.

આ પદ્ધતિ હેઠળ બળતણ ખર્ચની ગણતરી માટે ઉપરોક્ત જણાવેલ વધુ સારા ઓપરેશનલ પેરામીટર ઉપરાંત પ્રોજેક્ટ ડેવેલોપર દ્વારા ઉચિત રીતે, સ્પર્ધાત્મક અને પારદર્શક પ્રક્રિયા થકી કોલસાની ખરીદી કરવાની રહેશે જેનાથી વીજ દરમાં ઘટાડો થશે અને વીજ કરારના બાકીના 15 વર્ષના સમયગાળા દરમિયાન ગ્રાહકોને વ્યાજબી દરે વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે. અમલીકરણ હેઠળના સપ્લીમેન્ટલ PPA અંતર્ગત ટેરીફમાં જૂન-20ના ભાવના સ્તરે અંદાજીત 30 પૈસા પ્રતિ યુનિટ જેટલો ઘટાડો થાય છે, જે 1 ડિસેમ્બર 2018ના ઠરાવની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો છે.

ઇન્ડોનેશિયન કોલસાના મહતમ માન્ય ભાવ (HBA) 110 ડોલર પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને 90 ડોલર પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો છે અને દર 5 વર્ષ બાદ મહતમ કોલસાના ભાવ (Ceiling Price) અન્વયે ફેરફાર માટેની જોગવાઈ રદ કરવામાં આવેલ છે. મહતમ દરમાં કોઈ પણ ફેરફાર માત્ર વીજ નિયમન આયોગની મંજુરી બાદ લાગુ પડશે. વધુમાં, ફિક્સ કોસ્ટમાં ઘટાડો, માઈનીંગ પ્રોફિટમાં હિસ્સો, વીજ કરારના સમયગાળામાં વધારા માટે GUVNL પાસે વિકલ્પ વિગેરે જેવા ગ્રાહકલક્ષી ફાયદાઓ નવી માર્ગદર્શિકામાં યથાવત રાખવામાં આવેલ છે.

માર્ગદર્શિકા મુજબ ચુકવવા પાત્ર ટેરીફ 1 ડિસેમ્બર 2018નાં ઠરાવની સરખામણીએ ઓછો રહેશે જે મૂળ કરાર મુજબ હાલની સ્થિતિએ ચુકવવા પાત્ર ટેરીફ કરતા પણ ઓછો છે. આમ, નવી માર્ગદર્શિકા મુજબ આયાતી કોલસાના ભાવમાં થયેલ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળી શકશે. રાજ્ય સરકાર દ્વારા1 ડિસેમ્બર 2018 ના ઠરાવને રદ કરવા અને નવી માર્ગદર્શિકા જાહેર કરવા માટે થયેલ કાર્યવાહી રાજ્યના ગ્રાહકોના હિતમા છે જેથી વ્યાજબી દરે વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details