ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cabinet Meeting : આજે કેબિનેટ બેઠક, સંક્રમણ અને નવી ગાઈડલાઇન્સ બાબતે થશે નિર્ણય - મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન(Cabinet Meeting Today) સવારે સાડા દસ કલાકની આસપાસ કરવામાં આવ્યું છે. જેમાં વધતા જતાં કોરોના સંક્રમણ(New Guidelines for Corona Transition) અને ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન(Vibrant Gujarat Summit) વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Cabinet Meeting Today : આજે યોજાશે કેબિનેટ બેઠક, સંક્રમણ અને નવી ગાઈડલાઇન્સ બાબતે થશે નિર્ણય
Cabinet Meeting Today : આજે યોજાશે કેબિનેટ બેઠક, સંક્રમણ અને નવી ગાઈડલાઇન્સ બાબતે થશે નિર્ણય

By

Published : Jan 12, 2022, 7:26 AM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન(Cabinet Meeting Today) કરવામાં આવ્યું છે. સવારે સાડા દસ કલાકની આસપાસ સ્વર્ણિમ સંકુલ 1 માં નર્મદા હોલ ખાતે કેબિનેટ બેઠક શરૂ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે રીતે સંક્રમણ(New Guidelines for Corona Transition) સતત વધી રહ્યું છે પોઝિટિવિટ રેટમાં વધારો થઇ રહ્યો છે ત્યારે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે અને 15 જાન્યુઆરી બાદ નવી ગાઇડલાઇન્સ પણ જાહેરાત મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

કોરોના સંક્રમણ બાબતે ચર્ચા

મળતી માહિતી મુજબ કેબિનેટની બેઠકમાં રાજ્યમાં(Cabinet Meeting Gujarat) જે રીતે પોતાના શરણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ ઘટાડો કઈ રીતે થઈ શકે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ પણ અત્યારે સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે તેમને પણ વધુમાં વધુ પ્રિકોશન ડોઝ આપી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

વાઇબ્રન્ટ પર થશે ચર્ચા

રાજ્ય સરકાર દ્વારા 10 જાન્યુઆરી 13 જાન્યુઆરી સુધી ગુજરાત ગ્લોબલ સમિટનું(Vibrant Gujarat Summit) આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે રાજ્યમાં સંક્રમણ સતત વધી રહ્યું હતું તેને ધ્યાનમાં લઈને વાઇબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે તમામ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી. પરંતુ આ બાબતે કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે અને તેની ભરપાઈ કઈ રીતે કરવી તે બાબતે પણ આયોજન કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

નવી ગાઈડલાઇન્સ બાબતે ચર્ચા

રાજ્ય સરકાર દ્વારા પ્રભારી સચિવ તેમજ પ્રભારી પ્રધાન અને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ તમામ લોકો તરફથી મળતી ફીડબેક પ્રમાણે 15 જાન્યુઆરી બાદ નવી ગાઇડલાઇન્સની પણ જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને વિકેન્ડ તેમજ અનેક નવા નિયંત્રણ રાજ્ય સરકાર લગાવી શકે છે. પરંતુ સામાન્ય જનતા તરફની જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારની રોજગારીને અસર ન થાય તેવો એક પણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે કે કેમ તેવું આગળનો સમય બતાવશે.

આ પણ વાંચોઃ top news: Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આ પણ વાંચોઃ 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી

ABOUT THE AUTHOR

...view details