ગાંધીનગર : જિલ્લા પંચાયતના વર્ષ 2020-21 નાણાંકીય વર્ષ માટે દરેક શાખા અધિકારી દીઠ સ્થળ નિરીક્ષણ દરમિયાન ખૂટતી કડીના કામ તથા આદર્શ ગ્રામ પાયલોટ પ્રોજેક્ટ રૂપિયા 10 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે સરકારી સિંચાઇ પાતાળ કૂવાના ઓપરેટર રૂમ ઊંડી અને આનુસંગિક કામગીરી માટે રૂપિયા 9.95 લાખની જોગવાઈ કરી હતી.
ગાંધીનગર જિલ્લા પંચાયતનું 503.81 કરોડની પુરાતવાળું 944.18 કરોડનું બજેટ મંજુર - 944.18 કરોડનું બજેટ મજુર
ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા આગામી નાણાંકીય વર્ષ 2020-21નું અંદાજપત્ર એટલે કે વાર્ષિક બજેટ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગુબેન ચૌધરીની અધ્યક્ષતામાં આજે બજેટ બેઠક મળી હતી. જેમાં 503.81 કરોડનું પુરાંતવાળુ 944.18 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં સ્વભંડોળમાં 60. 97 કરોડની કુલ આવક સામે 43.7 કરોડ રૂપિયાનો ખર્ચ જોવા મળી રહ્યો છે. જ્યારે 17.10 કરોડની પુરાંત રહેશે.
આ ઉપરાંત સદસ્યોના મત વિસ્તારમાં વિકાસ કરવા માટે રૂપિયા 18 કરોડ, પ્રમુખની ગામડાની મુલાકાત દરમિયાન સૂચવેલ કાર્ય માટે રૂપિયા 2 કરોડ, જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન કાર્ય અર્થે રૂપિયા 75 લાખ, તાલુકા કક્ષાએ આઈસીડીએસની કચેરી અદ્યતન બનાવવા માટે અને તેની મરામત માટે 10 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે નવી સ્ટોરેજ યુનિટ બનાવવા માટે રૂપિયા 10 લાખ, ગૌચર વિકાસ અને સુધારણા કાર્યક્રમ અર્થે રૂપિયા એક કરોડ, પ્રાકૃતિક ખેતી યોજના પ્રચાર-પ્રસાર માટે ખેડૂત શિબિર તથા પત્રિકા ફોર્મ અને ખર્ચ માટે રૂપિયા 3 લાખ, જિલ્લા પંચાયત ભવન પ્રોટેક્શન અને બહારનું પ્લાસ્ટર અર્થે રૂપિયા 30 લાખ, જિલ્લા પંચાયત ભવનના ડ્રેનેજ વોટર સપ્લાય રીપેરીંગ રૂપિયા 10 લાખ, કર્મચારીઓના અવસાન બાદ કુટુંબીજનોને સહારે રૂપિયા 10 લાખ, એક કર્મચારી દીઠ રૂપિયા એક લાખ, જ્યારે કર્મચારીઓને ગંભીર માંદગીમાં મદદરૂપ થવા વ્યાજ મુક્ત લોન સહાયની જોગવાઇ 10 લાખ કરવામાં આવી હતી.