ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર કોરોના અપડેટ: ગ્રામ્ય વિસ્તારમાં 8 કોરોના પોઝિટિવ કેસ, શહેર વિસ્તારમાં કોઈ કેસ નહીં - તાલુકા આરોગ્ય અધિકારી

ગાંધીનગર શહેર વિસ્તારમાં રવિવારે એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

કોરોના અપડેટ
કોરોના અપડેટ

By

Published : Jun 15, 2020, 2:04 AM IST

ગાંધીનગર: શહેરી વિસ્તારમાં રવિવારે કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 8 કેસ સામે આવ્યા છે. જિલ્લાના કલોલ તાલુકામાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કલોલ તાલુકો વુહાન બની રહ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી. જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી કામગીરી કરી રહ્યા છે, તેવું બતાવવામાં આવી રહી છે પરંતુ આંકડાઓ તો કંઈક અલગ જ કહે છે.

ગાંધીનગર કોરોના અપડેટ

ગાંધીનગર જિલ્લામાં બાદ ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાના 8 પોઝિટિવ કેસ નેાંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકાના પેથાપુર ખાતે 52 વર્ષીય આધેડ અને 36 વર્ષીય યુવાન, ભાટ ગામમાં 26 વર્ષીય યુવાન, ગલુદણ ગામમાં 32 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ કલોલ શહેરમાં 62 વર્ષીય, 54 વર્ષીય અને 62 વર્ષીય મળી કુલ 3 પુરૂષોને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે ગાંધીનગર તાલુકામાં 2 પુરૂષ અને એક સ્ત્રી મળી કુલ 3, દહેગામ તાલુકામાં 1 પુરૂષ અને 1 સ્ત્રી મળી કુલ 2, માણસા તાલુકામાં 1 પુરૂષ અને કલોલ તાલુકામાં 1 સ્ત્રી અને એક પુરૂષ મળી કુલ 8 કોરોનાના દર્દીઓને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કુલ 284 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 64 દર્દીઓ દાખલ છે, 197 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 23 વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. અત્યાર સુધી કુલ 3240 વ્યક્તિઓના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 284 વ્યક્તિઓને પોઝિટિવ કેસ અને 2956 વ્યક્તિઓને નેગેટિવ કેસ મળ્યા છે. 357 કોરોના રિલેટેડ કોલ કંટ્રોલ રૂમ પર મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details