ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના દિવસે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, સરકારી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ પાસ થઈને ઇન્ટરનશીપ પૂર્ણ કરેલ બોન્ડેડ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષમાં વર્ષવાર કેટલા હતા, તે અન્વયે બોન્ડની શરત મુજબ ઉપરોક્ત વર્ષવાર કેટલા ઉમેદવારને ગ્રામ્ય વિસ્તારમાં સેવા બજાવવા માટે નિમણૂક આપવામાં આવી હતી.
નિમણૂક થયેલ તબીબો પૈકી 77% તબીબો ફરજ પર હાજર ન હોવાનો વિધાનસભા ગૃહમાં ખુલાસો જ્યારે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તે પૈકી વર્ષવાર કેટલા ઉમેદવારો હાજર થયા અને આપવામાં આવેલ નિમણૂક પૈકી ઉમેદવાર હાજર ન થયા હોય તો તેમની સામે સરકાર દ્વારા કઇ રીતના પગલાં લેવામાં આવી રહ્યા છે અને પગલા લેવામાં આવ્યા છે, તો કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. તે બાબતને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
સરકારી ઇન્ટરનશીપ તબીબોને લઈ પૂછવામાં આવેલા સવાલના જણાવ્યું કે રાજ્યમાં ઇન્ટર્ન તબીબો ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવામાં નિરસતા દાખવી રહ્યા છે, સરકારે લેખિત જવાબમાં કહ્યું કે નિમણૂક 77 ટકા ઇન્ટર્ન તબીબો ફરજ પર હાજર ન થયા, સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 2700થી વધુ ઇન્ટર્ન તબીબોની નિમણૂક કરવામાં આવી છે. જે પૈકી 2714માંથી 2068 તબીબો ફરજ પર હાજર થયા નથી.
નિમણૂક થયેલ તબીબો પૈકી 77% તબીબો ફરજ પર હાજર ન હોવાનો વિધાનસભા ગૃહમાં ખુલાસો સરકારના આંકડા મુજબ પાંચ વર્ષમાં રાજ્યમાંથી 4539 તબીબોએ MBBSની ડીગ્રી મેળવી છે, જ્યારે બોન્ડેડ ઉમેદવારો બોન્ડની શરત મુજબ ગ્રામ્ય વિસ્તારમાં સેવામાં જોડાયા નથી. તેવા ઉમેદવારો સામે નિયત બોન્ડની રકમ વસૂલ કરવામાં આવી છે, તેવું સરકારે જણાવ્યું હતું.