ગાંધીનગરઃ સીધી રીતે જ હવે કોરોના વાઇરસ રાજ્યમાંથી ઝડપથી દૂર થાય તેમ લાગતું નથી. તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ તેની અસર જોવા મળતી નથી. રાજ્યનો આંકડો 7000ની ફિગર વટાવી ગયો છે. 425 લોકોના મોત થયા છે. જ્યારે 1709 લોકો સાજા થઈને ઘરે ગયા છે.
કોરોનાએ વધતા જતા કોરોનાના કેસો મામલે પ્રજા ચિંતિત બની રહી છે. છતાં તંત્રની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. રાજ્યમાં વધુ 388 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 275 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 7 હજાર લોકો કોરોનાથી સંક્રમિત, 425 મોત,1709 સ્વસ્થ થયા ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 388 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમિયાન સુરતમાં 45, વડોદરામાં 19, ગાંધીનગરમાં 5, બનાસકાંઠા 3, ભાવનગરમાં 1, અરવલ્લીમાં 25 કેસ નોંધાયા છે. 29 લોકોના મૃત્યુ થયા છે. 4853 લોકો હાલ સારવાર હેઠળ છે અને 26 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 209 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 7013 થયો છે, જ્યારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4991 થયો છે.