ગાંધીનગર:ગુજરાત સરકાર નું સૂત્રને તમામને સમાન શિક્ષણ ત્યારે આદિવાસી સમાજના બાળકો શિક્ષણ થી દુર ના રહેતી માટે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ બાળકોએ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ શરૂ કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ધો.6 થી 12 ના 67,000 થી વધુ આદિજાતિ બાળકોએ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ્સમાં વિના મૂલ્યે શિક્ષણનો લાભ લીધો છે.
જવાહર નવોદય વિદ્યાલય: સરકાર એક વિધાર્થી પાછળ કરે છે 70,000 નો ખર્ચ રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ જાહેરાત કરવામાં આવી છે કે શિક્ષણ પાછળ પાંચ વર્ષમાં રૂ. 59,628 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. જેમાં ચાલુ વર્ષના બજેટમાં વિવિધ શૈક્ષણિક હેતુ માટે કુલ રૂ.667 કરોડની જોગવાઇ છે. ગુજરાત સરકાર સંચાલિત શાળાઓમાં પ્રતિ વિદ્યાર્થી વાર્ષિક રૂા 70,000 રિકરીંગ ગ્રાન્ટ શિક્ષણ પાછળ પ્રતિ વિદ્યાર્થીદીઠ ખર્ચ કરવામાં આવે છે.
શિક્ષણનો લાભ: નવોદય વિદ્યાલય ની પેટર્ન કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયની પેટર્ન પર આધારિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ (EMRS)માં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ 6 થી 12ના 67,000 થી વધુ આદિજાતિ બાળકો વિનામૂલ્યે શિક્ષણનો લાભ આપવામાં આવ્યો છે. આ માટે વર્ષ 2018-19 થી 2022-23 સુધી છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર દ્વારા રૂ.44,142 લાખ અને ગુજરાત સરકાર દ્વારા રૂ. 15,468 લાખ એમ કુલ રૂા. 59,628 લાખની રકમ ફાળવવામાં આવી છે.
વિદ્યાર્થીદીઠ ખર્ચ:હાલમાં 12,000 જેટલા વિધાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ 2022-23 માં ગુજરાતમાં કેન્દ્ર સરકાર સંચાલિત 34 EMRS શાળાઓમાં 5380 કુમાર અને 5776 કન્યાઓ શિક્ષણ લઇ રહી છે. જ્યારે ગુજરાત સરકાર સંચાલિત 10 EMRS શાળાઓમાં 1327 કુમાર અને 2574 કન્યાઓ વિનામૂલ્યે નિવાસી શિક્ષણ મેળવી રહી છે. આ આદિજાતિ વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સ્કૂલમાં પ્રતિ વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.1,09,000 જ્યારે ગુજરાત સરકાર સંચાલિત શાળાઓમાં પ્રતિ વિદ્યાર્થી વાર્ષિક રૂા. 70,000 રિકરીંગ ગ્રાન્ટ શિક્ષણ પાછળ પ્રતિ વિદ્યાર્થીદીઠ ખર્ચ કરવામાં આવે છે.
શિક્ષણ ઉપલબ્ધ: આદિજાતિ વિદ્યાર્થીઓને નિશુલ્ક પાઠ્યપુસ્તક, ગણવેશ, સ્ટેશનરી, ગુણવત્તાયુક્ત ભોજન, વોકેશનલ તાલીમ, શૈક્ષણિક પ્રવાસ, કમ્પ્યુટર શિક્ષણ અને રમત-ગમત સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયની પેટર્ન પર ગુજરાત સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે વિવિધ જિલ્લાઓમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ શરૂ કરી છે. જેમાં પ્રતિશાળા દીઠ 480 ની ક્ષમતા સાથે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આવાસીય સુવિધા સાથેનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
શાળાઓ કાર્યરત: કયા કયા જિલ્લામાં મોડેલ સ્કૂલ કાર્યરત ગુજરાતમાં સૌથી વધુ સાત EMRS શાળાઓ ડાંગ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં 6, દાહોદ અને નર્મદા જિલ્લામાં 4-4 બનાસકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને વલસાડમાં 3-3, મહિસાગર, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં 2-2 તેમજ સાબરકાંઠા અને નવસારીમાં 1-1 એમ કુલ-44 EMRS શાળાઓ કાર્યરત છે.
મોડેલ સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા
- દર વર્ષે અંદાજે ફેબ્રુઆરી માસમાં અરજી કરવાની જાહેરાત આવે છે તેમજ એપ્રિલમાં પ્રવેશ પરીક્ષા યોજાતી હોય છે
- ફક્ત સરકારી, આશ્રમશાળા અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓનાં પાંચમા ધોરણમાં ભણતા આદિજાતિના બાળકો જ પ્રવેશ માટે અરજી કરી શકે
- પ્રવેશ સમયે વિદ્યાર્થીની ઉંમર 10 વર્ષથી ઓછી નહીં અને 13 વર્ષથી વધુ ન હોવી જોઇએ : પ્રવેશ વખતે ધોરણ-5 પાસ કરેલુ હોવું જોઇએ
- દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના 5 ટકા સુધી પ્રવેશમાં અગ્રતા
- સામાન્ય રીતે પ્રવેશ પરીક્ષા 2 કલાકની હોય છે, જેમાં ભાષા કૌશલ્ય ક્ષમતા, અંગ્રેજી / ગુજરાતી / હિન્દી, અંકગણિત અને બુદ્ધિમત્તાને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવે છે
- આ પ્રવેશ પરીક્ષાનું પરીણામ અંદાજે મે માસના બીજા-ત્રીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવતું હોય છે. મેરીટમાં આવનારનું પરીણામ જ કચેરીની વેબસાઇટ https://eklavya-education.gujarat.gov.in/ પર જાહેર કરાય છે
- પ્રવેશ મેળવવા માટેનું અરજીપત્રક https://eklavya-education.gujarat.gov.in/ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા EMRS, આદર્શ નિવાસી શાળા,આશ્રમ શાળા, ગ્રામ પંચાયત, મોડેલ શાળા, પ્રાયોજના વહીવટદારની કચેરી, પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વગેરેથી મેળવી શકાશે.
- Gandhinagar News : કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ
- Gandhinagar News: 12 થી 14 જૂન વચ્ચે પ્રવેશોત્સવ, સરહદી ગામોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ભૂલકાઓને કરાવશે પ્રવેશોત્સવ