- ગાંધીનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 60 અરજી
- 60 અરજી પૈકી 5માં પોલીસ ફરિયાદ દાખલ
- 41 અરજીઓમાં 16 અરજીની ઇન્કવાયરી પૂર્ણ
ગાંધીનગર : રાજ્યમાં ધાક-ધમકી આપીને અથવા તો ખોટી રીતે જમીનો પોતાના નામે કરાવી જમીનો પર ગેરકાયદેસર કબ્જો મેળવતા લોકો સામે માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિધાનસભામાં પસાર કર્યો છે, જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને કાયદો ગુજરાતમાં કાર્યરત થયો હોવાની માહિતી પણ આપી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 60 અરજીઓ આવી છે.
ગાંધીનગર જિલ્લામાં 60 અરજીઓ આવી
ગાંધીનગર કલેક્ટર કુલદીપ કારિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જે કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગર જિલ્લામાં 60 અરજીઓ કલેક્ટર ઓફિસમાં પ્રાપ્ત થઈ છે. જેમાં 41 અરજીની ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. જેમાંથી 16 અરજીની ઈન્કવાયરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 5 અરજીઓના તપાસ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.