ગાંધીનગર : શહેરમાં એક કેસ સામે આવ્યો છે. જેમાં સેક્ટર 14માં રહેતી 31 વર્ષીય મહિલા પોઝીટીવ આવી છે. જે ગત 21 મેના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી આવી હતી. જ્યારે મહાનગરપાલિકામાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા અને કુડાસણ શાલ્વીક શુકનમાં રહેતી આશરે 35 વર્ષીય યુવતી પોઝીટીવ આવી છે, જે સુરત ખાતે પોતાના સંબંધીને મૂકવા ગઈ હતી. મહત્વની બાબત તો એ છે કે આ મહિલાને તેના ઘરે જ કોરન્ટાઇન કરવામાં આવી છે.
પાટનગરમાં જ્વેલર્સનો માલિક, મહાપાલિકાના મહિલા અધિકારી સહિત 6 કેસ સામે આવ્યાં
શહેર અને જિલ્લામાં નવા કેસ સામે આવ્યા છે, ત્યારે વધુ છ કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર શહેરમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં માલિક અને મહાનગરપાલિકામાં ઉચ્ચ હોદ્દો ધરાવતા મહીલા પોઝીટીવ આવ્યા છે.
ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામના પગી વાસમાં રહેતી 20 વર્ષીય યુવતી પોઝીટીવ આવી છે. યુવતીનો ભાઇ શાકભાજીનો વેપારી અને બીજો ભાઇ ઓએનજીસીમાં નોકરી કરે છે. જેનાં ઘરનાં છ વ્યક્તિને પ્રેક્ષા ભારતીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સરગાસણ સિધ્ધરાજ ગોલ્ડમાં રહેતો અને સેક્ટર 6માં જલીયાણ જ્વેલર્સ ધરાવતો 40 વર્ષીય યુવાન પોઝીટીવ આવ્યો છે.
પેથાપુરમા 20 વર્ષીય યુવતી પોઝીટીવ આવી છે જેના પિતા ડોક્ટર છે. ઇદ ઉપર પેથાપુર આવીને અમદાવાદ ગયા હતા. ગળામાં દુખાવો અને તાવને લીધે કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ હોવાનું માલુમ પડ્યું હતું. બીજી તરફ કલોલ તાલુકાના મોખાસણ ગામમાં રહેતા આધેડ પોઝીટીવ આવ્યા છે, જ્યારે માણસામાં એક ડોક્ટર યુવતી કોરોનાનો શિકાર બની છે.