આ બાબતે પ્રાથમિક શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક શાળામાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની કુલ 5350 સરકારી શાળા બંધ કરવામાં આવશે. જે શાળામાં 30 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હશે, તે તમામ શાળાઓ બંધ કરી બાજુની નજીકની શાળા સાથે વિલીનીકરણ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે સર્વેમાં બહાર આવ્યું છે કે, 4500 શાળામાં 30 કરતાં ઓછા વિદ્યાર્થીઓ ભણે છે. તેમજ 850 શાળામાં 10 કરતાં ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
રાજ્યમાં 5450 શાળાઓનું થશે વિલીનીકરણ - રાજ્યમાં 5450 શાળાઓ બંધ નહીં પણ મર્જ
ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ સતત કાર્યરત હોય છે. પરંતુ હજી પ્રાથમિક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાઓના આંકડાઓ દિવસે દિવસ ઘટતા જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ગણતરીઓ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સ્કૂલ 5350 બંધ કરીને અન્ય શાળા સાથે વિલીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
etv bharat
જ્યારે ધોરણ 1થી 5 ભણાવતી શાળાઓ માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. ત્યારે શાળા બંધ અને વિલીનીકરણ કર્યા બાદ ફાજલ પડેલા શિક્ષકોની જૂથ શાળામાં નિમણૂક કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની 10500 શાળામાં 60 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે. એટલે કે જ્યાં 2 શિક્ષક કામ કરે છે. આવતાં સમયમાં વધુ શિક્ષક મળે તે માટેનો આ પ્રયાસ છે. જ્યારે 1 કીમીના ત્રિજ્યામાં નાની શાળા અને ઓછા વિદ્યાર્થીઓ હોય ત્યાં વિલીનીકરણ કરવાની સુચના આપવામાં આવી હતી.
Last Updated : Nov 16, 2019, 2:08 PM IST