આ બાબતે અમદાવાદ ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ અધિકારી રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ ફાયર વિભાગને સતત એલર્ટને સ્ટેન્ડબાય મૂકી દેવામાં આવે છે. કોઈપણ મોટી ઘટના ન બને તે માટે હંમેશા ફાયર વિભાગ એલર્ટમાં જ હોય છે. દિવાળીના તહેવારોમાં પણ ફાયર વિભાગના તમામ જવાનોની રજા પણ રદ કરી દેવામાં આવે છે.
3 વર્ષની સરખામણીમાં 2019માં દિવાળીમાં આગની ઘટનામાં 50 ટકા ઘટાડો - ગાંધીનગર ફાયર વિભાગ ન્યુઝ
ગાંધીનગરઃ દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ વિભાગ દ્વારા આગની ઘટનાને પહોંચી વળવા માટે અગિયારસથી લાભપાંચમ સુધી તમામ સ્ટાફને સ્ટેન્ડ-ટુ અને લાઇટમાં મૂકી દેવામાં આવ્યા હતાં. ફટાકડાના કારણે કોઇ મોટી આગની ઘટના ન બને તે માટે પણ ફાયર વિભાગ હંમેશા સતર્ક હોય છે, ત્યારે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વર્ષ 2019માં 50% સુધી ફટાકડાથી આગ લાગવાની ઘટનામાં ઘટાડો થયો છે. જ્યારે વર્ષ 2019ની દિવાળી દરમિયાન ફાયર વિભાગમાં અમદાવાદ શહેરમાંથી ફક્ત ૩૪ જેટલા જ કોલ ફટાકડાથી આગ લાગવાને કારણે કંટ્રોલ રૂમમાં નોંધાયા છે.
દિવાળીના તહેવારની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાથી આગ લાગવાના કુલ 92 જેટલા બનાવ બન્યા હતાં. જ્યારે વર્ષ 2018ની દિવાળીના તહેવાર દરમિયાન 68 જેટલા બનાવો નોંધાયા હતાં, ત્યારે વર્ષ 2019માં દિવાળીમાં ફક્ત 34 જેટલા જ ફટાકડાથી આગ લાગી હોય તેવી ઘટના સામે આવી હતી. છેલ્લા 3 વર્ષમાં કુલ 50 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર તહેવાર દરમિયાન વર્ષ 2019માં કુલ 68 જેટલા આગના બનાવો ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં નોંધાયા છે. જેમાં ફક્ત ફટાકડાને કારણે 34 અને અન્ય કારણો સર આગ લાગવાના 34 બનાવો બન્યા છે.