ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે વિરોધ હોવા છતાં પણ ચૂંટણીનું પરિણામ માં ભાજપને 156 બેઠક પ્રાપ્ત થઈ છે. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે જેમાં 10 મે ના રોજ 224 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે અને 13 મે ના રોજ મત ગણતરી થશે. ગુજરાતના ભાજપના 47 નેતાઓને કર્ણાટકમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
અલગ અલગ રાજયના નેતાઓને જવાબદારી સોંપી :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુ.પી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્યપ્રદેશના ભાજપના નેતાઓ વિધાનસભા પ્રમાણેની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે ગુજરાત પેટર્ન પર જ કર્ણાટકની ચૂંટણીમાં અનેક રાજ્યના ભાજપના દિગજ્જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના મુખ્ય હેડક્વાર્ટર કમલમથી મળતી માહિતી મુજબ હાલમાં 10 ધારાસભ્યો અને નેતાઓ કર્ણાટક મોકલવામાં આવ્યા છે. જ્યારે આવનારા દિવસોમાં વધુ 30 નેતાઓ મોકલવામાં આવશે.
ગુજરાતના ક્યાં નેતાઓ કર્ણાટક જવા રવાના થયા
- રત્નાકારજી ગુજરાત પ્રભારી
- બળવંતસિંહ રાજપૂત કેબીનેટ પ્રધાન
- જગદીશ પંચાલ રાજયકક્ષાના પ્રધાન
- પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય
- ગણપત વસાવા ધારાસભ્ય
- રત્નાકરજી ગુજરાત પ્રભારી
- યગ્નેશ દવે મીડિયા પ્રવક્તા
- સંજય કોરડીયા ધારાસભ્ય
- કૌશિક વેકરિયા ધારાસભ્ય
- પ્રવીણ માળી ધારાસભ્ય
અંતિમ સમયે CM ભુપેન્દ્ર પટેલ કરશે પ્રચાર :ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે અન્ય રાજયના મુખ્યપ્રધાનો ભાજપને સપોર્ટ કરવા અને ભાજપના પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાતમાં ધામા નાખ્યા હતા તેવી જ રીતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પ્રચાર પ્રસાર અર્થે કર્ણાટકનો પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ગુજરાતના જૈન, પટેલ, બ્રાહ્મણ સહિતના અલગ અલગ 50 જેટલા સમાજો દબદબો છે, જ્યારે બેંગ્લોર, ઉબલીધારમાં અને મેનગ્લોરમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાને કારણે આ તમામ લોકોના મત ભાજપ તરફી કરવા માટે ભાજપનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.