ગાંધીનગરઃ કોરોના વાયરસના કારણે ચીનમાં અનેક ગુજરાતીઓ ફસાયા હતા, આ ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ગણતરીના દિવસોમાં જ તેઓને પરત લાવવામાં આવ્યા હતા. તેવી જ બીજી ઘટના ઈરાનમાં થઈ છે.
ઈરાનમાં 400 ગુજરાતી ફસાયા, CM રૂપાણી કેન્દ્ર સરકારને કરશે રજૂઆત - મુખ્ય પ્રધાન
ઈરાનમાં 400 ગુજરાતીઓ ફસાયા છે, આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને આ બાબતે માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં ગુજરાતીઓને બચાવવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે. આ સાથે જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને ઈરાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટેની રજૂઆત કરવામાં આવશે.

CM રૂપાણી કેન્દ્ર સરકારને રજૂઆત કરશે
CM રૂપાણી કેન્દ્ર સરકારને રજૂઆત કરશે
ઈરાનમાં કુલ 400 જેટલા ગુજરાતીઓ ફસાયા છે, અને તેને લઈને શુક્રવારે ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ બાબતે કેન્દ્ર સરકારને ટૂંક સમયમાં જ રજૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ફસાયેલા 400થી વધુ લોકોએ ગુજરાત સરકારની મદદ માગી છે, ત્યારે હવે ગુજરાત સરકાર પણ તેઓને પરત લાવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.