ગુજરાત

gujarat

ETV Bharat / state

છેલ્લા 15 વર્ષમાં આઉટ સોર્સીગમાં 39 હજાર કરોડના ગોટાળાને આરોગ્ય પ્રધાને સ્‍વીકાર્યુ : પરેશ ધાનાણી - આરોગ્ય પ્રધાન

ગુજરાત વિઘાનસભાના ચાલુ સત્ર દરમિયાન ભાજપની પાર્ટીના શાસન દરમિયાન છેલ્લા પંદર વર્ષમાં આઉટ સોર્સીગમાં 39 હજાર કરોડનું આઉટ સોર્સીગ ગોટાળાને આરોગ્ય પ્રધાને સ્‍વીકાર્યુ છે. વિઘાનસભા પ્રશ્નોતરી દરમિયાન પ્રધાને સ્‍વીકાર્યું કે માત્ર આરોગ્ય વિભાગની જૂની નિતીના કારણે વાર્ષિક 100 કરોડનું આઉટ સોર્સીગમાં નુકશાન જતું હતું. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરથી આઉટ સોર્સીગની ભરતીની શરૂઆત થઇ હતી. વિતેલા પંદર વર્ષમાં મળતિયા આઉટ સોર્સીગ કંપનીઓની મારફતે ગુણવત્તા વિહોણા યુવાનોને સરકારી નોકરીમાં સમાવવા સતત પ્રયત્ન કરતી આવી છે.

છેલ્લા 15 વર્ષમાં આઉટ સોર્સીગમાં 39 હજાર કરોડના ગોટાળાને આરોગ્ય પ્રધાને સ્‍વીકાર્યુ : પરેશ ધાનાણી
છેલ્લા 15 વર્ષમાં આઉટ સોર્સીગમાં 39 હજાર કરોડના ગોટાળાને આરોગ્ય પ્રધાને સ્‍વીકાર્યુ : પરેશ ધાનાણી

By

Published : Feb 27, 2020, 7:53 PM IST

Updated : Feb 27, 2020, 8:28 PM IST

ગાંધીનગર : સરકાર દ્વારા આઉટ સોર્સીગ કંપનીને ચુકવેલુ મહેનાતાણું મજબૂર વશ નોકરી કરતાં યુવાના મહેનાતાણામાં ભારે ફરક છે. માત્ર આરોગ્ય વિભાગમાં એક વર્ષમાં 100 કરોડનું તો 158 વર્ષમાં 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો વર્ષ- ૨૦૦૬ના વર્ષથી ૨૬ વિભાગ, 43 પ્રભાગ અને 192 નિગમ, કોર્પોરેશન અને અર્ઘસરકારીઓ મળી આઉટ સોર્સીગમાં 15 વર્ષમાં ફિકસ પગાર અને કરાર આઘારિત છ લાખ ત્રાણું હજાર કરતા વઘુ યુવાનોનું શોષણ કરીને સરકારના છવ્વીસ વિભાગમાં છેલ્લા પંદર વર્ષમાં 39 હજાર કરોડથી વઘુનું કૌભાડ થયું છે. ગુજરાતના મહેનતું યુવાનો પોતાની મહેનતની રકમ માટે માંગણી કરી રહ્યા છે. ખાનગી કંપનીઓ પાસેથી કમિશન કોણે ખાઘું તેવો પ્રશ્ન સરકારને યુવાનો પૂછી રહ્યાં છે.

ગ્રામ્ય વિસ્‍તારમાં તબીબીની ઘટ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં પરેશ ઘાનાણીએ જણાવ્યું હતું કે, પચ્ચીસ વર્ષથી શાસન કરતી સરકારે ગામડાઓ પ્રત્યે અનદેખી કરી રહી છે. ગામડાઓમાં આરોગ્ય સેવા ખખડી રહી છે. પી.એચ.સી. અને સી.એચ.સી જેવા સંકુલો પી.પી.પી. મોડેલના નામે મુઢી ભર મળતિયાઓને સાચવા ખોળે કરવામાં આવી રહ્યાં છે. તવંગર માણસનું આરોગ્ય બગડે તો મોંઘીદાટ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સરકારે આરોગ્ય અને શિક્ષણ પાછળ ચાલીસ ટકા બજેટ આપવું જોઇએ તેવી પણ માગ કરી હતી.

છેલ્લા 15 વર્ષમાં આઉટ સોર્સીગમાં 39 હજાર કરોડના ગોટાળાને આરોગ્ય પ્રધાને સ્‍વીકાર્યુ : પરેશ ધાનાણી
પાઠયપુસ્‍તકના પુસ્‍તક ચોરીના પ્રશ્નમાં જણાવ્યું હતું કે, પાઠ્યપુસ્‍તક ચોરાયા છે. તેમ છતાં તપાસ થઇ નથી. માત્ર સરકાર ફરિયાદ કરીને સંતોષ માની રહી છે. જેમાં મળતિયા હોય તેવું અથવા સાઠગાઠ હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ-૨૦૧૯માં કમોસમી ભારે વરસાદ થતાં ૮૭ લાખ હેકટરના વાવેતરમાંથી 67 લાખ હેકટરમાં વાવેતર ઉભા પાકને નુકશાન થયું હતું. આ અંગે સેટેલાઇટ સર્વે માટે રૂપિયા સાડા દશ કરોડનો ખર્ચે સર્વે કરવા કંપનીને ચુકવવામાં આવ્યો છે. કંપનીના રીપોર્ટ બાદ તેનું વળતર ખેડૂતને ચુકવવું જોઇએ પણ ટોલ ફ્રી, ઓનલાઇન ફરીયાદ જેવા નિયમો ઉભા કરીને ખેડૂતોને વળતર ચુકવવામાં સરકારે તાતા થૈયા કર્યા છે. ઘારાઘોરણ મુજબ વળતર ત્વરિત ચુકવું જોઇએ. આ માટે સાતસો કરોડનું પેકેજ ચુકવવા જાહેર કર્યુ. પાછળથી ૩૭૦૦ કરોડના પેકેજની જાહેરાત કરી, પરંતુ આજે વિઘાનસભામાં સ્‍વીકાર્યું કે ૧૨૦૦ કરોડ ચુકવાયા છે.
Last Updated : Feb 27, 2020, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details