ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : મોરબી ઘટના બાદ સરકારે 35,700 બ્રિજ તપાસ્યા, 12 બ્રિજ બંધ કરવામાં આવ્યા - 35700 bridges repaired by government

મોરબી ઘટના બાદ સરકારે 35,700 બ્રિજ તપાસ્યા જે દરમિયાન 12 બ્રિજ બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો હતો. રાજ્ય સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર 145 કરોડના ખર્ચે નવા 24 બ્રિજ બનાવામાં આવશે. દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજ મામલે પણ સરકાર પૂરતું ધ્યાન આપી રહ્યા હોવાનું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે.

35700-bridges-repaired-by-government-after-morbi-incident-12-bridges-closed
35700-bridges-repaired-by-government-after-morbi-incident-12-bridges-closed

By

Published : Jun 7, 2023, 6:51 PM IST

ઋષિકેશ પટેલ, પ્રવકતા પ્રધાન, રાજ્ય સરકાર

ગાંધીનગર: ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન મોરબીનો ફૂટ બ્રિજ પડી ભાંગ્યો હતો અને કુલ 140 થી વધુ લોકોના મચ્છુ નદીમાં પડવાથી મૃત્યુ નિપજ્યા હતા. રાજ્ય સરકારે તમામ બ્રિજનું ઇન્સ્પેકશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કુલ 35,700 જેટલા બ્રિજનું ઇન્સ્પેકશન પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કર્યું હતું.

ગુજરાતમાં 24 બ્રિજ ખતરનાક:રાજ્ય સરકારના પ્રથમ ઋષિકેશ પટેલે વધુમાં નિવેદન આપ્યું હતું કે મોરબીની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. કુલ 35,700 જેટલા બ્રિજને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન 12 જેટલા બ્રિજ ભયજનક પરિસ્થિતિમાં હતા. આવા બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અન્ય 12 બ્રિજ જે રીપેરીંગ ને લાયક હતા તેવા બ્રીજનું રેટ્રોફીટીંગ કરીને સમારકામ કરવામાં આવ્યું છે.

'રાજ્ય સરકાર આવનારા દિવસોમાં 145 કરોડના ખર્ચે 24 નવા ફૂલો તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે 24 છે બ્રિજમાં 12 બ્રિજ ભયજનક અને બહાર જેટલા બ્રિજનું રીપેરીંગ કરીને અત્યારે શરૂ કરવામાં આવ્યા છે. આ 24 બ્રિજનું 145 કરોડના ખર્ચે ફરીથી તૈયાર કરવામાં આવશે.' -ઋષિકેશ પટેલ, પ્રવકતા પ્રધાન, રાજ્ય સરકાર

નવા બ્રિજના નિર્માણમાં સરકાર સચેત: બિહારમાં નદી પર બનાવેલ નવનિર્મિત બ્રિજ અચાનક નદીમાં તૂટી પડ્યો હતો. આજ કંપની દ્વારા દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચેનો સિગ્નનેચર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે પણ ઋષિકેશ પટેલ નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકારે સિગ્નેચર બ્રિજ બાબતે સંપૂર્ણ તપાસ કરી છે. હાલમાં આ બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જ્યારે આ કંપની દેશમાં અનેક જગ્યા ઉપર મોટા બ્રિજ બનાવવાનું કામ કરી રહી છે.

  1. Ahmedabad News: ભાગલપુર બ્રિજના કૌભાંડમાં ગુજરાતમાં પડઘા, વિપક્ષે કર્યા આકરા પ્રહાર
  2. Bihar News: સુલતાનગંજ-અગુવાનીમાં નિર્માણાધીન પુલ ગંગામાં ડૂબી ગયો, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details