ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો વિધાનસભાગૃહમાં નેનો પ્લાન્ટ તથા કસ્ટોડિયલ ડેથ મામલે સરકારે શું જવાબ આપ્યો - CD Case

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જયારે નેનો પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી ત્યારે કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હતી, પણ મંજૂરી પ્રમાણેનું મેનુફેક્ચર ન થતું હોવાનું સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ફાઇલ ફોટો

By

Published : Jul 18, 2019, 8:09 PM IST

-સીનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ ટાટા મોટર્સ વિશે પ્રશ્ન કર્યો

મળતી માહીતી મુજબ બાલા સીનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો કે ટાટા મોટર્સના પ્રથમ ફેસમાં દર વર્ષે અઢી લાખ નેનો કારનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જોકે છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 1446 અને 613 નેનો ગાડીનું ઉત્પાદન થયું છે એટલે કે ટોટલ ટાટા મોટર્સ નેનો પ્લાન્ટમાં બે વર્ષમાં માત્ર 2,059 નેનો ગાડીનું ઉત્પાદન થયું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. નેનો કારનું ઉત્પાદન ઓછું થતું હોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલા નથી ભરવામાં આવ્યા નથી તે વાતનો પણ સ્વીકાર સરકારે કર્યો હતો. આ અંગે જવાબ આપતા કે સરકારે દાવો કર્યો કે ઓછા ઉત્પાદન અંગે ઠરાવમાં કોઈ જોગવાઈ ન હોવાના કારણે સરકાર પગલાં ભરી શકતી નથી.

- ગૃહમાં નલિયા CD કાંડ વિશે પ્રશ્ન પુછાયો

ત્યારે આ અંગેના જવાબમાં ગૃહ વિભાગે કહ્યું કે આ બાબત હજુ વિચારણા હેઠળ છે. કમિશન ઓફ ઇન્કવાયરી એકટ 1952 મુજબ રચાયેલા કમિશનનો એક્શન ટેકન સાથેનો રિપોર્ટ સરકારને મળ્યા બાદ 6 મહિનામાં વિધાનસભા સભાગૃહમાં મુકવાની જોગવાઇ છે.કચ્છ જિલ્લાના નલિયા ખાતે થયેલા ગુન્હાહિત CD કાંડ અંગે રાજ્ય સરકારે જસ્ટિસ દવે કમિશનની નિમણૂંક કરવામાં આવી હતી. 16 માર્ચ 2017 ના રોજ કમિશનની રચના થઈ હતી. 5 જૂન અને 20 સપ્ટેમ્બર 2018 એમ બે વખત કમિશનની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં કમિશન પાછળ રૂપિયા 84 લાખ 33 હજાર 735 નો ખર્ચ કરવામાં આવ્યો હતો.

- કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા અમદાવાદમાં બાળકો કેમ સુરક્ષિત નથી જ તે મુદ્ધે પ્રશ્ન કર્યો

આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના ચોપડે નોંધાયેલા પ્રશ્નોના જવાબ આશ્રર્યમાં મૂકે તેવા જોવા મળ્યા હતા. જેમાં છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો 953 બાળકો લાપતા જોવા મળ્યા હતા જેમાં ગુમ થયેલ બાળકો પૈકી 715 બાળકો 14 થી 18 વર્ષના હતા. ગુમ થયેલા બાળકો પૈકી 856 બાળકો પરત ફર્યા અને ગુમ થયેલા બાળકો પૈકી 97 બાળકો હજી પણ શોધવાના બાકી છે. જેમાં બાળકો ગુમ થવાના મુખ્ય કારણો પરીક્ષામાં અસફળતા, ઠપકો, સામાજિક કારણો કે પ્રેમ પ્રકરણ હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું.

- અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા રાજ્ય સરકારને છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથને લઈને પ્રશ્ન કર્યો

આ અંગે આંકડા પણ ચોંકાવનારા જોવા મળ્યા હતા.વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહવિભાગે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં 133 લોકોનું પોલીસ-કસ્ટડી ડેથ થયું છે. જેના કારણે મૃત્યુ પામ્યાના વારસદારને સરકારે 23 લાખ 50 હજાર રૂપિયા વળતર સ્વરૂપે ચૂકવવું પડ્યું છે. આ કસ્ટોડિયલ ડેથમાં 23 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ સામે કાયદાકીય ના પગલા ભરવામાં આવ્યા છે.કસ્ટોડિયલ ડેથમાં વધારો થયો છે અને હવે તે 133 થઇ છે. તેમ છતાં ફક્ત 23 જેટલા પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હજુ બાકી રહેતા અધિકારી ઉપર સરકાર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કે તેમના ઉપર કોઈ પગલાં કેમ હજુ લેવાયા નથી.

ગુજરાત વિધાનસભા બીજી બેઠકમાં પ્રશ્ન કાળમાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવો અંગેનો પ્રશ્ન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો હતો. જેમાં પ્રદિપસિંહ જાડેજાએ લેખિતમાં જવાબ આપીને એક પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી હોવાનું અને હેડ કોન્સ્ટેબલને દંડ કરાયો હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details