બ્રીધ એનલાઈઝર્સ, સ્નિફર ડોગ્સ, ઈન્ટરસેપ્ટર વેન્સનો ઉપયોગ કરાશે ગાંધીનગરઃ નવા વર્ષને આવકારવા માટે થતી પાર્ટીઝ અને સેલિબ્રેશનના સર્વેલન્સ માટે ગુજરાત પોલીસ સજ્જ છે. સર્વેલન્સના કામમાં ગુજરાત પોલીસ 3000 બ્રીધ એનલાઈઝર્સ, સ્નિફર ડોગ્સ, 50 ઈન્ટરસેપ્ટર વેન્સ, નાર્કોટિક્સ ટીમ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરશે. આ સમગ્ર માહિતી ડીજીપી વિકાસ સહાયે આ માહિતી પૂરી પાડી હતી. બે દિવસ અગાઉ પણ ગુજરાતના તમામ પોલીસ કમિશ્નર અને રેન્જ આઈજીની ન્યૂ યર સેલિબ્રેશનને લઈને બેઠક થઈ હતી. જેમાં સુરક્ષાને લઈને દરેક મુદ્દે ચર્ચા થઈ હતી.
સતત પેટ્રોલિંગઃ મહિલા સુરક્ષાને ધ્યાને લઈને આ વર્ષે ન્યૂ યર સેલિબ્રેશનમાં ખાસ શી ટીમનો ઉપયોગ કરવામાં આવશે. આ ટીમ સતત પેટ્રોલિંગ કરતી રહેશે. તેમજ પોલીસ દ્વારા નાગરિકોને અગવડ ન પડે તે રીતે વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવશે. પોલીસ જવાનો વાહન ચેકિંગ દરમિયાન ખાસ પોકેટ સિસ્ટમનો ઉપયોગ કરશે. જેથી અસામાજિક તત્વોની માહિતી સરળતાથી પોલીસ સુધી પહોંચી શકે.
પરમેનન્ટ મોબાઈલ નંબરઃ સ્થાનિકો પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનનો નંબર સરળતાથી મેળવી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. દરેક પોલીસ સ્ટેશનનો એક પરમેનન્ટ નંબર રાખવામાં આવશે. જેથી પોલીસ અધિકારીઓની બદલી થાય પણ પોલીસ સ્ટેશનનો નંબર બદલાય નહીં. આ વ્યવસ્થા જિલ્લા કલેક્ટર ઓફિસમાં પ્રવર્તમાન છે. આવી જ વ્યવસ્થા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન માટે ઊભી કરવામાં આવશે.
આ વર્ષે ન્યૂ યર સેલિબ્રેશનના સર્વેલન્સમાં 3000 બ્રીધ એનલાયઝર્સ, 50 ઈન્ટરસેપ્ટર વેન્સ, સ્નિફર ડોગ્સ, 14 ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનનો એક પરમેનન્ટ મોબાઈલ નંબર પણ રાખવામાં આવશે. જેથી કોઈ અધિકારીની બદલી થાય તેમ છતા પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર બદલાય નહીં. જેથી સ્થાનિકોને અગવડ ન પડે...વિકાસ સહાય(ડીજીપી, ગુજરાત)
- બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, આયુર્વેદિક સિરપ પીધા બાદ 3 લોકોના મોત, 55થી વધુ લોકોએ ખરીદી હતી આર્યુવેદિક સિરપ: DGP વિકાસ સહાય
- ગુજરાત પોલીસને વધુ મજબૂત કરવા પોલીસની શિક્ષણ કાર્યશાળાનું આયોજન, ટેકનોલોજીના વધુ ઉપયોગની ટકોર