61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો ગાંધીનગર:રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ફિક્સ કર્મચારીઓ દ્વારા અલગ અલગ પ્રકારના આંદોલન કરીને સરકારને આયોજનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ફિક્સ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી હોય તેવી જાહેરાત રાજ્ય સરકારના પ્રદાન ઋષિકેશ પટેલ કરી હતી.
'આજે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના વેતનમાં 30 ટકા જેટલો ફ્લેટ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો એક ઓક્ટોબર 2023થી અમલ કરવામાં આવશે. જેથી રાજ્યના 61560 જેટલા કર્મચારીઓને લાભ મળશે.' - ઋષિકેશ પટેલ (પ્રવક્તાપ્રધાન)
ક્યાં વર્ગના કર્મચારીઓને કેટલો વધારો મળશે ?રાજ્ય સરકારના ફિક્સ પેના આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 38,090 થી વધીને 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 31,340થી વધીને 40,800 થશે. વર્ગ-3ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 19,950થી વધીને 26,000 થશે. જ્યારે વર્ગ-4ના 1650, 1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 16,224 થી વધીને 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક 548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
નિયમિત કર્મચારીઓને 4 ટકા DA મળશે: રાજ્ય સરકારે ફિક્સ તેના કર્મચારીઓને 30 ટકા ફ્લેટ પગાર વધારો આપવાની જાહેરાત કરી છે ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રજાને ઋષિકેશ પટેલે નિયમિત કર્મચારીઓને કેન્દ્ર સરકારે જે ચાર ટકા ડીએની જાહેરાત કરી છે તે 4% ડી.એ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ 4% ડી.એ ક્યારે અને કેવી રીતે અને કેટલા તબક્કામાં આપવામાં આવશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી ઉલ્લેખનીય છે કે મળતી માહિતી પ્રમાણે ભૂતકાળનું હજુ પણ ચાર ટકા ડીએ રાજ્ય સરકારને આપવાનું બાકી છે એટલે કે કુલ 8% જેટલું રાજ્ય સરકાર દિવાળી પહેલા અમુક હિસ્સામાં જાહેર કરી શકે છે.
ગુજરાત રાજ્ય ફિક્સ કર્મચારી સંગઠનના આગેવાન ભારતેંદુ રાજગોર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં રાજ્ય સરકાર પણ માને છે કે સમાન ધોરણે પ્રમાણે વેતન પ્રાપ્ત થતું નથી. જ્યારે અમારી લડત ફિક્સ પે નાબૂદીની છે. રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે તેનાથી વધુ એક મોટો નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લે તો તમામ પ્રશ્નોના સમાધાન ત્યાં જ થઈ જશે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આ બાબતે શું કહ્યુંં: ફિક્સ પગારના કર્મચારીના વેતનમાં નજીવો વધારો કરીને વાહવાહી લુંટતી ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાંથી ગુજરાતના યુવાનોના હિતમાં કેસ ક્યારે પરત ખેચશે ? સરકાર વેતનમાં નજીવો વધારો કરીને ખોટો દેખાડો કરી રહી છે.
ભથ્થામાં 30 ટકાનો વધારો ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને છેતરવા સમાન કર્મચારીઓનું શોષણ: રાજ્ય સરકારે ફિક્સ પગારના પર કામ કરતા કર્મચારીઓના ભથામાં 30%નો વધારો કર્યો છે જેને પ્રવીણ રામે રાજકીય નિર્ણય ગણાવ્યો છે. ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ પૂરા પગારની માંગ વર્ષોથી કરી રહ્યા છે. પરંતુ રાજ્યની સરકાર ચૂંટણીના સમયે ભથ્થામાં વધારો કરીને કર્મચારીઓનું શોષણ કરી રહી છે. ભાજપની સરકાર ફિક્સ કર્મચારીઓને પૂરા પગારમાં સામેલ કરવાને લઈને કોઈ અંતિમ નિર્ણય જાહેર કરતી નથી. જેથી ભથ્થામાં 30 ટકાનો વધારો ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને છેતરવા સમાન છે.
- 108 Ambulance Launch : અત્યાધુનિક 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી ટ્રેકિંગ સિસ્ટમથી આરોગ્ય સુવિધા બનશે ઝડપી- ઋષિકેશ પટેલ
- Gujarat Cabinet meeting : તહેવારોના કારણે કેબિનેટની બેઠકમાં કરાયો ફેરફાર, હવે યોજાશે આ દિવસે બેઠક