ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,272 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 17 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ 1,095 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરના વાઇરસના કુલ 95,155 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 95,155
- કુલ ડિસ્ચાર્જ - 76,840
- કુલ સક્રિય કેસ - 15,307
- વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓની સંખ્યા - 84
- કુલ મોત - 3,008
કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 84 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3008 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 31346 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 174 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 83 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 257 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા પોઝિટિવ કેસ
- સુરત કોર્પોરેશન - 174
- અમદાવાદ કોર્પોરેશન - 146 વડોદરા કોર્પોરેશન - 93
- સુરત - 83
- રાજકોટ કોર્પોરેશન - 83
- જામનગર કોર્પોરેશન - 87
- રાજકોટ - 36
- ભાવનગર કોર્પોરેશન - 35
- વડોદરા - 35
- પંચમહાલ - 35
- ભાવનગર - 33
- ભરૂચ - 30
- કચ્છ - 26
- ગાંધીનગર - 25
- ગાંધીનગર કોર્પોરેશન - 24
- અમદાવાદ - 23
- મોરબી - 23
- અમરેલી - 21
- જામનગર - 19
- બનાસકાંઠા - 18
- સુરેન્દ્રનગર - 18
- દાહોદ - 17
- મહેસાણા - 17
- જૂનાગઢ કોર્પોરેશન - 16
- પાટણ - 15
- દેવભૂમિ દ્વારકા - 14
- જૂનાગઢ - 14
- ગીર સોમનાથ - 13
- ખેડા - 12
- આણંદ - 11
- અરવલ્લી - 11
- નવસારી - 11
- સાબરકાંઠા - 10
- છોટા ઉદેપુર - 8
- મહીસાગર - 8
- બોટાદ - 7
- વલસાડ - 6
- નર્મદા - 5
- ડાંગ - 4
- તાપી - 4
- પોરબંદર - 2