આ બાબતે રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ IAS અધિકારી ગૌરવ દહિયા વિરુદ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદની તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતિ નિમવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ 15 દિવસમાં રજૂ કરશે.
IAS અધિકારી દહિયા વિરુદ્ધ 3 IAS અધિકારી તપાસ કરશે, CM રૂપાણીએ આપ્યા આદેશ - ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલો
ગાંધીનગર: નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં IAS ગૌરવ દહિયા દ્વારા દિલ્હી ખાતે રહેતી યુવતિ સાથે લગ્ન કર્યા બાદ છેતરપિંડી આચરી હોવાની લેખિત ફરિયાદ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને મળી છે. બીજી તરફ IAS ગૌરવ દહિયાએ પણ સેક્ટર-7 પોલીસ મથકમાં દિલ્હી સ્થિત યુવતિ દ્વારા માનસિક હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ કરાઈ છે. ત્યારે બંને લેખિત અરજી મળતાં હવે ગાંધીનગર પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે રાજ્યના CM વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ કમિટિના આ નિર્ણય અનુસાર આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ સૂનયના તોમરની નિમણૂંક કરવામાં આવી છે. જયારે અન્ય સભ્યોમાં મમતા વર્મા- IAS, સોનલ મિશ્રા-IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે
ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલે દિલ્હીની પીડિત મહિલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજીસ્ટર એ.ડી. કરીને ફરિયાદ મોકલી હતી. જ્યારે સતત 2 દિવસથી ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલો ઉછળતા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તેમની બદલી કરીને સંયુકત સચિવ તરીકે સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલા છે.