ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. NDRFના ઉચ્ચ અધિકારી રણવિજયસિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ કાર્યરત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સાયકલોન થઈ રહ્યું છે. જેથી એનડીઆરએફની તમામ ટીમને એલર્ટ પર રાખવામાં આવી રહી છે.
રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદ છે, NDRFના ઉચ્ચ અધિકારી રણવિજયસિંહે જણાવ્યું હતું કે, જ્યારે મોરબીમાં રવિવારે ભારે વરસાદના કારણે ફસાયેલા લોકોને પણ રેસ્ક્યું કરવામાં આવ્યું છે. જ્યારે વધારે વરસાદના કારણે વધુ એક ટીમ સુરેન્દ્રનગર અને મોરબીમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ કલેકટર સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અંદાજીત 100થી 150 લોકો પાણીમાં ફસાયા હતા પાણીમાં તેમને બહાર કાઢવામાં એસડીઆરએફ ટીમ મોકલવામાં આવી છે. જ્યારે ગાંધીનગર ખાતે વધુ એક ટીમ રીઝર્વમાં રાખવામાં આવી છે. જ્યારે વડોદરામાં પણ એક NDRFની ટીમને રીઝર્વમાં રાખવામાં આવી છે.