ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર GIDCમાં 10 લાખની સિગરેટ ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા - crime news

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-26 GIDCના એક પ્લોટમાં પડેલ ટ્રકમાંથી 26 સપ્ટેમ્બરનાં રોજ 10 લાખની સિગારેટ ચોરી થઈ ગઈ હતી. જેથી ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતા બીજલભાઈ ભરવાડે ચોરીની ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગરના 3 શખ્સોને ઝડપી લીધા છે અને હજુ 8 લોકો ફરાર છે.

gandhinagar local crime brance

By

Published : Oct 3, 2019, 6:42 PM IST

ગત્ 24 સપ્ટેમ્બરના રોજ આઈસર ટ્રકના ડ્રાઈવર અમદાવાદથી કુલ 115 નંગ પાર્સલ ભરીને લાવ્યા હતા. સવારે સાડા છ વાગ્યે ડ્રાઈવર ઉઠ્યો ત્યારે દોરડા તુટેલા હતા અને તાલપતરી ખુલ્લી હત, જેથી ડ્રાઈવરને શંકા જતાં તપાસ કરી તો, જાણવા મળ્યું કે, 115 પાર્સલમાંથી 5 પાર્સલ ઓછા હતા. એક પાર્સલની કિંમત 1 લાખ રૂપિયા હતી. તેવા પાંચ પાર્સલમાં કુલ 10 કાર્ટુનમાં ભરેલી કુલ 10 લાખની સિગારેટ કોઈ શખ્સ ઉઠાવી ગયું હતુ. આ બાબતની તપાસ કરતા યોગ્ય જવાબ ન મળતા પોલીસે દર્શન ઉનાગર ભાવનગર, યોગીન કુકડીયા બોટાદ અને નિખિલ ટાંક રાજકોટ ઝડપી લીધા હતા. જેમાં પૂછપરછ કરતા 26 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર GIDC માંથી સિગારેટના પાર્સલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે 72,400ની કિંમતના અલગ-અલગ સિગારેટના બોક્સ, મોબાઇલ ફોન અને વરના કાર મળી 1,83સ400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપી પાસેથી પકડાયેલ મુદ્દામાલ

પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરતા અન્ય માલ અલગ ટીમ દ્વારા લઈ જવામાં આવ્યો છે તેમ કીધું હતું. આ ચોરીમાં 11 લોકો સામેલ હતા અને ચોરી બાદ તેના ભાગ પાડવામાં આવ્યા હતા. ત્યારે ચોરી કરેલો અન્ય માલ તથા અન્ય આઠ લોકોને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details