જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના છત્રાલમાં લૂંટ, ધાડ અને હત્યાના બનાવ બનવા પામ્ય હતા. ત્યારે આ મામલાની બાતમી ગાંધીનગર LCBના PI નીરજ પટેલ અને તેમની ટીમને મળી હતી. જેના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આરોપીની મોડાસા ઓપરેન્ડી મુજબ આરોપીઓ ખાસ કરીને પરપ્રાંતીય વ્યક્તિને ટાર્ગેટ બનાવતા હતા. ખાસ કરીને છત્રાલ, કડી અને કલોલ વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લૂંટ કરતા હતા. આરોપી પલ્સર બાઈક લઈને રસ્તે ચાલતા વ્યક્તિને છરી વડે ડરાવતા હતા. જો વ્યક્તિ મોબાઈલ આપવાનો ઈનકાર કરે તો તેના પર હુમલો કરતા હતા. આ આરોપી વ્યક્તિ પાસેથી માત્ર મોબાઈલની જ લૂંટ કરતા હતા.
ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, અજય, શાહરુખ ચૌહાણ અને વસીમ ઉર્ફે શાહીલ ધોરી ફેક્ટરીમાં કામ અને રીક્ષા ચલાવતા હતા. તેઓ ફેક્ટરીમાંથી કામ ન મળવાના કારણે બેરોજગાર બન્યા હતા. બેરોજગારીને કારણે આ ત્રણેય આરોપીએ પૈસા કમાવવાનો શોર્ટ કટ અપનાવ્યો હતો. જેમાં આરોપી એકાંત વ્યક્તિને છરી બતાવીને તેની પાસેથી મોબાઈલની લૂંટ કરતા હતા. બાદમાં લૂંટ કરેલા મોબાઈલને 3થી 7 હજારની કિંમતમાં વેચી દેતા હતા. આ લૂંટના મોબાઈલથી જે આવક થાય તેને મોજશોખમાં વાપરતા હતા. અત્યાર સુધીમાં આ આરોપીઓએ 46 જેટલા મોબાઈલની લૂંટ કરી છે.