ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં 255 કેસ નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહિ - Corona Abdet

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 255 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 495 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.65 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યમાં 24 કલાકમાં 255 કેસ નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહિ
રાજ્યમાં 24 કલાકમાં 255 કેસ નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહિ

By

Published : Feb 10, 2021, 9:57 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં એક પણ મોત નહિ
  • કુલ 7,14,131લોકોનું રસીકરણ કરાયું
  • રિકવરી રેટ 97.65 ટકા થયો

ગાંધીનગરઃદિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 255 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 495 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.65 ટકા જેટલો નોંધાયો છે.

2 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગર કોર્પોરેશન જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જ્યારે અરવલ્લી દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 1-1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં 24 કલાકમાં 255 કેસ નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહિ

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

સજના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજે કુલ 883 કેન્દ્ર પર 53,615 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,14,131 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલી નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 1800 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 26 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 1774 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,57,968 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4397 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 47 કેસ નોંધાયા છે, ત્યારબાદ બરોડામાં 40 રાજકોટમાં 33 અને સુરતમાં 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details