ગુજરાત

gujarat

ETV Bharat / state

23 આઇલેન્ડ-બેટનો પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાશે, CM રુપાણીની અધ્યક્ષતા વાળી બેઠકમાં નિર્ણય - આઇલેન્ડ બેટ

ગાંધીનગર: દેશમાં ગુજરાત રાજ્યને સોથી મોટો દરિયાકિનારો મળ્યો છે. રાજ્યના દરિયા કિનારાનો વિકાસ કરવા માટે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રથમ બેઠકમાં મળી હતી. જેમાં રાજ્યના 50 હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા 23 આઇલેન્ડ-બેટનો પ્રથમ તબક્કામાં પ્રવાસન ધામ સહિત હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટેનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

cm

By

Published : Aug 29, 2019, 2:28 AM IST

ગુજરાત 1600 km લાંબો દરિયા કિનારો અને 144 જેટલા આઇલેન્ડ-બેટ ધરાવતું રાજ્ય છે. ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત આ આઇલેન્ડના સર્વગ્રાહી વિકાસ માટેની વિશદ ચર્ચા-વિચારણા આ પ્રથમ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં જે 23 આઇલેન્ડમાં પ્રવાસન, પર્યાવરણીય સુરક્ષા, મત્સ્યોદ્યોગ, ખેતીવાડી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓનો વિકાસ થવાનો છે. તેમાં સ્થાનિક રોજગારી અને સ્થાનિક વસાહતી-નાગરિકોની જરૂરિયાતો ધ્યાને રાખવાનું પણ પ્રેરક સૂચન કર્યુ હતું.

આ 23 બેટ-આઇલેન્ડમાં વિગતવાર સર્વે હાથ ધરીને પ્રવાસન વિકાસ સાથે પર્યાવરણીય જાળવણી માટે વન પર્યાવરણ, બંદર વ્યવહાર, ઊર્જા અને મત્સ્યોદ્યોગ તથા માર્ગ મકાન વિભાગ સાથે મળીને કયા કયા પ્રોજેકટ હાથ ધરી શકાય તેના ક્ષેત્રો આઇડેન્ટીફાય કરે તેવી સુચનાઓ CM વિજય રૂપાણીએ આપી હતી.

આઇલેન્ડ ડેવલપમેન્ટ સાથોસાથ દરિયાઇ સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બેટ પર સમુદ્રી સુરક્ષા–કોસ્ટલ સિકયુરિટી સુદ્રઢ બનાવવા ગૃહ વિભાગ ફોકસ કરે તે અંગે પણ ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વન-પર્યાવરણપ્રધાન ગણપતસિંહ વસાવા, પ્રવાસનપ્રધાન જવાહર ચાવડા તેમજ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, નાણાં, ગૃહ, વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવ તેમજ ઊદ્યોગ, પ્રવાસન, બંદરો-વાહન વ્યવહારના અગ્ર સચિવો અને મેરીટાઇમ બોર્ડના CEO, મત્સ્યોદ્યોગ સચિવ તથા જી.આઇ.ડી.બી.ના CEO એ પણ બેઠકની ચર્ચાઓમાં ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details