ગાંધીનગરઃ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા કુલ 226 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાંથી 164, સુરતમાં 14, વડોદરામાં 15, ગાંધીનગરમાં 6, આણંદમાં 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6, રાજકોટમાં 9 કેસ નોંધાયા છે. અમદાવાદ ગુજરાતનું કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. અહીં કોરોનાને કાબુમાં લેવો એક પડકાર બની ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાવાયરસ 3,774 કેસ સામે આવ્યા છે. હવે સરકારના બ્રહ્માસ્ત્ર પણ કામ કરતા નથી. તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકના નવા 226 કેસ નોંધાયા, કુલ આંક 3,774 પર - corona effect in village india
રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 226 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 164 વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 40 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજયમાં કોરોનાની સારવાર લઈ રહેલા 3,125 દર્દીઓની હાલત સ્થિર છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 19 દર્દીઓનાં મોત થયા છે.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકના નવા 226 કેસ નોંધાયા, કુલ આંક 3,774 પર
બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં કોરોનાવાયરસ આંકડાને લઇને વિસંગતતા જોવા મળી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 5 બતાવવામાં આવી રહ્યા છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગ 6 કેસ બતાવી રહ્યું છે. આ પ્રકારનો સીનારીઓ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. જિલ્લા અને રાજ્યના તંત્ર વચ્ચે સંતુલન ન હોય તે બતાવી રહ્યું છે. બીજી તરફ કલેકટર પણ કોઈ ખુલાસો કરતા નથી.